ઢાકા, તા.૨૧

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તઝા અને બે અન્ય ખેલાડીઓ નઝમુલ ઇસ્લામ અને નફીસ ઇકબાલ ના કોવિડ ૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાદ શાહિદ આફ્રીદી બાદ કોરોના વાયરસની ઝપટે ચડી ગયા હતા. ગત્ત થોડા દિવસોથી આ ક્રિકેટર બિમાર હતા. શુક્રવારે તેનો કોવિડ રિપોર્ટ કરવમાં આવ્યો હતો, તેમાં તે કોરોના પોઝિટિવ આવ્યા હતા. હાલ તમામ ક્રિકેટર પોતાનાં ઘરમાં કવોરÂન્ટન છે. તમામ લોકો હું ઝડપથી સાજા થઉ તે માટે દુઆ કરો. તેણે કÌšં કે, હવે સંક્રમિતોનો આંકડો ૧ લાખને પાર પહોંચી ચુક્્યો છે. આપણે ખુબ જ તકેદારી રાખવી પડશે. ઘરોમાં રહો અને જરૂર હોય તો જ બહાર નિકળો. હું ઘરમાં પ્રોટોકોલનું પાલન કરી રહ્યો છું. આપણે ગભરાવાની જરૂર નથી તેના બદલે આ બિમારી મુદ્દે જાગૃતિ લાવવાની જરૂર છે. સ્થાનિક મીડિયા અનુસાર મુર્તઝાનાં પરિવારનાં કેટલાક સ્યો આ બીમારીથી સંક્રમિત આવ્યા હતા. મુર્તજા સંસદનાં સભ્ય છે અને તેને મહામારી દરમિયાન રાહત અભિયાન ચલાવી રહ્યા હતા. મુર્તજા ઉપરાંત વનડે કેપ્ટન તમીમ ઇકબાલનાં મોટા ભાઇ અને બાંગ્લાદેશ અને પૂર્વ ક્રિકેટર નફીસ ઇકબાલ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ ઉપરાંત ડાબેરી સ્પીનર ઇસ્લામનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. પાકિસ્તાનનાં ક્રિકેટર શાહીદ આફ્રિદી, તૌફિક ઉમર અને જફ સરફરાઝ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.