અંકલેશ્વર

ભરૂચ એસઓજી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે ખરીદી કરવા આવેલ એક ઈસમને રૂપિયા ૫૦ ના દરની ૨ લાખ ૮૨ હજાર ઉપરાંતની ચલણી નોટો સહિત બાઈક સાથે ૩ લાખ ૩૭ હજાર ઉપરાંતના મુદ્દામાલસાથે ઝડપી લીધો હતો.

અંકલેશ્વર એસઓજી પોલીસનો સ્ટાફ વોચમાં હતો. તે દરમ્યાન બાતમીના આધારે સુરતથી હોન્ડા યુનિકોન મોટરસાયકલ નંબર જીજે ૦૫ એસ.વાય. ૪૦૬૦નાઓને રૂપિયા ૫૦ ના દરની ૨ લાખ ૮૨ હજાર ૨૦૦ની ચલણી નોટો સાથે જીજ્ઞેશ નટુ રાણીંગા રહેવાસી મોરથાણા ગામ પ્લોટ ફળિયું કામરેજ જિલ્લો સુરત મૂળ રહેવાસી ૬૫ નંદનવન સોસાયટી કાલીયા બીડ ભાવનગરનાઓને અંસાર માર્કેટથી ખરીદી કરતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજી પોલીસે રૂપિયા ૫૦ ના દરની ૫૬૪૪ નોટોને બેન્ક ઓફ બરોડાના મેનેજર પાસે તપાસ કરાવતા ફેક હોવાનું જણાય આવ્યું હતુ. જેથી એસઓજી પોલીસે રૂપિયા ૨ લાખ ૮૨ હજારની ૨૦૦ની ચલણી નોટો સેમસંગ કંપનીનો મોબાઈલ કિંમત રૂપિયા ૫ હજાર અને મોટર સાયકલ કિંમત રૂપિયા ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૩ લાખ ૩૭ હજાર ૨૦૦ના મુદ્દામાલ સાથે આરોપી જીજ્ઞેશ રાણીંગાની અટકાયત કરી રિમાન્ડ મેવાવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે આરોપીએ કામરેજ ખાતે પોતાના ઘરે ચલણી નોટોનું છાપકામ કરી છેલ્લા કેટલાક સમયની બહાર ખરીદી કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાંબહારઆવ્યું છે. ત્યારે પોલીસે રિમાન્ડ મેળવવા સાથે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.