યુએન-

ભારતમાં ૨૦૦૫-૦૬ અને ૨૦૧૫-૧૬ દરમિયાન અંદાજે ૨૭.૩ કરોડ લોકો વિવિધ પ્રકારની ગરીબીમાંથી બહાર આવ્યા હતા, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે ભારતમાં આ કેટેગરીમાં આવતા અનેક લોકોની સંખ્યામાં ઘટાડો થયો હતો.

યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) અને ઓક્સફોર્ડ પોવર્ટી એન્ડ હ્ય્šમન ડેવલપમેન્ટ ઇનિશ્યટિવ (ઓપીએચઆઇ) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર ૨૦૦૦થી ૨૦૧૯ દરમિયાન ૭૫માંથી ૬૫ દેશમાં વિવિધ પ્રકારની ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. વિવિધ પ્રકારની ગરીબીને ગરીબ લોકો દ્વારા સહન કરવામાં આવતી સમસ્યાઓના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. આ સમસ્યાઓમાં નબળું સ્વાસ્થ, શિક્ષણનો અભાવ, અયોગ્ય રહેનીકરણી, નબળી ગુણવત્તાનું કાર્ય, હિંસાનો ભય અને પ્રદૂષિત વિસ્તારોમાં રહેવું વગેરેનો સમાવેશ થાય છે. મલ્ટિડાઇમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્ટ (એમપીઆઇ)માં ઘટાડો થનારા ૬૫ દેશમાં પચાસ એવા દેશનો સમાવેશ થાય છે જ્યાં ગરીબ લોકોની સંખ્યામાં પણ ઘટાડો થયો હતો.