વડોદરા-

વડોદરા શહેર નજીક ડભોઇ વાઘોડિયા રોડ પરથી ક્રૂરતાપૂર્વક ખીચોખીચ પાડા ભરેલી બોલેરો પીકઅપ ગાડી સાથે જીવદયા પ્રેમીઓએ ૩ શખ્સને ઝડપી પાડ્યા હતા. પાણીગેટ પોલીસે ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના અગ્રણી નેહા પટેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડભોઇ વાઘોડિયા રોડ પરના બિહાર કુંજ કોમ્પલેક્ષ પાસે બોલેરો પીકઅપ ગાડી પશુઓ ભરેલી હોવાની શંકા જતા તેને રોકી હતી તપાસ કરતાં ગાડીમાં પાડા ભરેલા નજરે ચડ્યા હતા.

બનાવની જાણ થતા પાણીગેટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ક્રૂરતાપૂર્વક બાંધેલા ૧૦ પાડાને મુક્ત કરાવ્યા હતા. પોલીસે આ ગુનામાં મધીબેન વાઘરી, સંજયભાઇ વાઘરી અને અમરસિંગ વણઝારા(ત્રણેય રહે, ડભોઇ વાઘોડિયા રોડ)ની પ્રાણી વહન ધારા હેઠળ ધરપકડ કરી છે. પોલીસે રૂપિયા અઢી લાખની કિંમતની બોલેરો ગાડી સહિત ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.