આણંદ : સમગ્ર રાજ્યમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા અર્થે પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આણંદ જિલ્લાના સંદેસર ગામનાં ખેડૂત તરૂણભાઈ પટેલ અને આંકલાવ તાલુકાના ભેટાસી (તળપદ)ના ઈનાબેન પટેલને જિલ્લા કક્ષાએ બેસ્ટ ફાર્મા એવોર્ડ આપવામાં આવ્યો હતો. તાલુકા કક્ષાએ આણંદ તાલુકામાંથી નાપાડ ગામનાં અલ્પેશભાઈ પટેલને કેળ પાકની ખેતી માટે, વલાસણના વંદનાબેન ચૌહાણને પશુપાલન માટે, અજરપુરાના રેખાબેન પટેલને શાકભાજીની ખેતી(ભીંડા) માટે, મેઘવાના બિપિનભાઈ પટેલને કેળ પાકની ખેતી માટે, આંકલાવ તાલુકામાંથી આસોદર ગામના લાલસિંહ પઢિયારને ટામેટાની ખેતી માટે, મુજકુવાના રમણભાઈ પઢિયારને ટામેટાની ખેતી માટે , બોરસદ તાલુકામાંથી વિરસદ ગામનાં રજનીકાંતભાઈ કા. પટેલને શાકભાજીની ખેતી માટે, કંકાપુરાના મહેશભાઈ પરમારને શાકભાજીની ખેતી માટે, ખંભાત તાલુકામાંથી જહાજ ગામનાં ધર્મિષ્ઠાબેન પટેલને પશુપાલન માટે, નેજાગામનાં સુમિત્રાબેન પટેલને પશુપાલન માટે, પેટલાદ તાલુકામાંથી શાહપુર ગામનાં રૂપેશભાઈ પટેલને વૈજ્ઞાનિક પદ્ધતિથી સરગવાની ખેતી માટે, શેખડી ગામનાં હર્ષિદાબેન પટેલને પશુપાલન માટે, સોજિત્રા તાલુકામાંથી ડભોઈ ગામનાં પ્રવિણાબેન પટેલને પશુપાલન માટે, ગાડા ગામનાં ભાવુબેન રબારી અને જનુબેન રબારીને પશુપાલન માટે, તારાપુરમાંથી મોરજ ગામનાં પરસોત્તમભાઈ પરમારને ખરીફ ડાંગર માટે, અને ઉમરેઠમાંથી પણસોરા ગામનાં વિક્રમસિંહ ચૌહાણને ટામેટાની ખેતી માટે, ધોરા ગામનાં સંજયસિંહ મહિડાને મરચાંની ખેતી માટે, દાગજીપુરા ગામનાં પિનાકીનભાઈ પટેલને કેળના પાકની ખેતી માટે, અરડી ગામનાં ભુપતસિંહ પરમારને પશુપાલન માટે અને સૈયદપુરાના સુમિત્રાબેન પટેલને પશુપાલન માટે એવાર્ડ આપવામાં આવ્યો હતો.