ગાંધીનગર,તા.૧૬ 

રાજ્યમા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્ર અલર્ટ થઇ ગયુ છે. જિલ્લા તંત્ર સાથે અલગ-અલગ જિલ્લામા ૯ એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે.

આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે જેના પગલે એનડીઆરએફ ની ૯ ટિમો ડિપ્લોય કરાઇ છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૩ સુરત નવસારી અને વલસાડમાં ત્રણ ટીમ અલર્ટ કરાઈ છે. જ્યારે વડોદરા હેડ ક્વાર્ટર પર ૪ ટીમ સ્ટેન્ડ ટુ જ્યારે ગાંધીનગરમાં ૨ ટીમ સ્ટેન્ડ ટુ રખાઈ છે. રાજ્યમાં કુલ ૧૫ એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ ટુ કરાઈ છે

સૌરાષ્ટ્ર-કરછ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં શહેરો બેટમાં ફેરવાયા હતા. પરંતુ છેલ્લાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો હોય તેમ છુટા છવાયા ઝાપટા પડી રહ્યા છે. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડશે.