/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પ્રાંતિજ પાસે લીફટ માગવાને બહાને રૂપિયા પડાવતી અમદાવાદની ૯ યુવતીઓ ઝડપાઇ

અરવલ્લી,તા.૨૪ 

રાજ્યમાં કેટલીક યુવતીઓ અને મહિલાઓની ગેંગ વાહનચાલકો પાસેથી લિફ્ટ માંગ્યા પછી વાહનચાલકે છેડતી કરી કે પછી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી અનેક વાહનચાલકોને ખંખેરી લીધા હોવાની અનેક ઘટનાઓ બની છે તેમ છતાં વાહનચાલકો વિજાતીય આકર્ષણમાં આવી ટોળકીનો ભોગ બની રહ્યા છે.દરમિયાનમાં સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં રોડ પર ફરતી નવ યુવતીઓની ટોળકી વાહનચાલકો સાથે આવી ચાલાકી કરતી વેળા પોલીસના હાથે ઝડપાઈ છે. પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ગામની સીમમાં સાબરડેરીથી તલોદ માર્ગ પર ગુરૂવારના રોજ સવારના સમયે પેન્ટ શર્ટ પહેરેલી ૯ યુવતીઓ ઉભી રહી માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ઉભા રાખી લીફટ લેવાના બહાને તેમની પાસેથી બળજબરી પૂર્વક પૈસા પડાવે છે તેવી બાતમી પ્રાંતિજ પોલીસને પેટ્રોલીગ દરમ્યાન મળી હતી .જેના પગલે પ્રાંતિજ પોલીસે પોલીસ સ્ટેશનમાંથી બે મહિલા કોન્સ્ટેબલોને સાથે રાખી તેમને પકડી પ્રાંતિજ પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ હાથ ધરતાં તેમણે પોતાના નામ સીમાબેન કમાભાઈ બારોટ .દુલીબેન રમેશભાઈ બારોટ,ગુંજનબેન રાજુભાઈ બારોટ,પુષ્પાબેન કિશનભાઈ બારોટ ,સનુબેન મનોજભાઈ બારોટ, નીલમબેન પ્રકાશભાઈ બારોટ,કંચનબેન ઈંદરભાઈ બારોટ ,પુજાબેન રમેશભાઈ બારોટ અને સુનિતાબેન કિશનભાઈ બારોટ(મૂળ તમામ .હાલ રહે.દુર્ગાનગર વટવા અમદાવાદ)નો સમાવેશ થયો છે.સ્વરૂપવાન યુવતીઓ વાહનચાલકો પાસેથી લિફ્ટ માંગી છેડતી અને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપતી ગેંગ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજમાં ઝડપાયેલી નવ યુવતીઓએ જિલ્લા સહિત રાજ્યમાં પણ આ જાતનો કસબ અજમાવ્યો છેકે કેમ એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાંતિજ નજીક રોડ પર નવ યુવતીઓની ટોળકી ફરતી હતી.જેના પગલે ચતુર અને શાણા ગ્રામજનોને થોડું અજુગતું લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. સાબરકાંઠાના પ્રાંતિજના અંબાવાડા નજીકથી આ યુવતીઓ પકડાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામને પ્રાંતિજ પોલીસ મથક લવાઈ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution