દિલ્હી/અમદાવાદ-

દેશની સૌથી મોટી ઇન્વેસ્ટીગેશન એજન્સી સીબીઆઈ ને ફેબ્રુઆરીમાં નવા ડાયરેક્ટર મળશે. હાલનાં ડાયરેક્ટર ઋષિ કુમાર શુકલા ૨ જી ફેબ્રુઆરીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે, ત્યારે તેમના અનુગામીની પસંદગી માટે કેન્દ્ર સરકારે અત્યારથી જ કાર્યવાહી શરુ કરી દીઘી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ગુજરાત કેડરનાં ૨ આઈપીએલ સહિત સીબીઆઈનાં ડાયરેક્ટર પદ્દ માટેનાં ૬ દાવેદારોમાંથી કોઇ પણ એકની સીબીઆઈના ડાયરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવશે. સીબીઆઈ ના નવા ડાયરેક્ટરનું નામ ચાલુ માસનાં અંતમાં જાહેર થશે. સીબીઆઈ નાં નવા ડાયરેક્ટર કોણ બનશે, તે અંગેની અટકળોનું બજાર દેશનાં પાટનગરમાં અત્યાર થી ગરમ થઇ ગયુ છે. મધ્ય પ્રદેશ કેડરનાં ઋષિ કુમાર શુક્લા ૨ જી ફેબ્રુઆરીનાં રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. સીબીઆઈ નાં નવા ડાયરેક્ટરની પસંદગી માટેની વડાપ્રધાનનાં નેતૃત્વ હેઠળની કમિટી ટુંક સમયમાં મળશે અને નવા ડાયરેક્ટરની પસંદગીકરશે.

આ કમિટીમાં વડાપ્રધાન સહિત દેશની સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટીશ અને વિરોધ પક્ષનાં નેતા સભ્ય હોઇ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ માસનાં અંતમાં આ કમિટીની તાકીદની બેઠક મળશે અને ૩ નામોની પેનલમાંથી કોઇ પણ એકનાં નામ પર મંજૂરીની મહોર મારશે. સીબીઆઈના ડાયરેક્ટર તરીકે હાલ ૬ દાવેદારોનાં નામની ચર્ચા ચાલી રહી છે. આ ૬ નામ પૈકી બે ગુજરાત કેડરના ૈંઁજી અધિકારીઓ છે. ગુજરાત કેડરનાં બે આઈપીએસ અધિકારીઓ પૈકી એક અધિકારી ૧૯૮૪ની બેચનાં રાકેશ અસ્થાના છે અને બીજા અધિકારી ૧૯૮૬નાં બેચનાં કેશવ કુમાર છે. આ સિવાય મહારાષ્ટ્ર કેડરનાં ૈંઁજી અધિકારી સુબોધ જૈસવાલ, એનઆઈએના વડા વાય સી મોદી, યુપીનાં ડ્ઢય્ હિતેશ અવસ્થિ અને કેરલનાં ડીજી લોકનાથ બેહરાનાં નામ પણ વિચારણા હેઠળ છે. ગુજરાત કેડરનાં બનેં આઈપીએસ રાકેશ અસ્થાના અને કેશવ કુમાર સીબીઆઈમાં અગાઉ ફણ ફરજ બજાવી હોવાના કારણે બેમાંથી એકની પસંદગી થવાની પ્રબળ સંભાવના છે.

એક અટકળ એવી પણ છે કે, પ્રવર્તમાન ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લાને કદાચ કેન્દ્ર સરકાર એક્સટેન્શન પણ આપી શકે તેમ છે. જાે કે, એક્ટેન્શનની બાબતને કોઇ સમર્થન મળતું નથી. દેશ સહિત એશિયાની સૌથી મોટી અને વગદાર ઇન્વેસ્ટીગેશન એજન્સી તરીકે જાણીતી સીબીઆઈના વડાનો તાજ કોને પહેરાવાશે તેની ચર્ચા દેશભરના ૈંઁજી અધિકારીઓમાં થઇ રહી છે. ભલે ૬ દાવેદારનાં નામ સામે આવ્યા છે, પરંતુ આવા મામલામાં દરેક વખતે સરપ્રાઇઝ આપતા વડાપ્રધાન મોદી આ વખતે કોઇ નવું નામ લાવીને ફરી એક વખત બધાને ચોંકાવી દે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.