માંગરોળ-

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના તમામ ૩૨ તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જેના પગલે કીમ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. જ્યારે વલસાડ અને નવસારી જિલ્લામાં પણ ધોધમાર વરસાદના પગલે ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં ૬ ઈંચ જેટલો વરસાદ ખાબક્્યો છે. જ્યારે વલસાડમાં ૫ અને ચીલખી, ઉમરગામ, ખેરગામમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો છે. આ સાથે કપરાડા, ઉમરપાડામાં ૩ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવા, ગણદેવી, ઓલપાડ, જલાલપોર, કામરેજમાં ૨ ઈંચ વરસાદ પડ્યો છે. માંગરોળમાં ૨૪ કલાકમાં ૬ ઇંચ અને ઉમરપાડામાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. જિલ્લાના અન્ય તાલુકામાં ૧થી ૨ ઇંચ વરસાદ પડ્યો છે.

માંગરોળમાં ભારે વરસાદથી નદી-નાળા બે કાંઠે થયા છે. સતત મેઘ મેહેરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા છે. કીમ નદીમાં ઘોડાપૂર આવતા કીમ નદી કાંઠાના કોસાડી ગામમાં પૂરના પાણી ફરી વળ્યા છે. જેથી કોસાડી ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. બીજી તરફ માંગરોળ કોસંબા રાજ્ય ધોરી માર્ગ ઉપર કનવાડા ગામે ગરનાળા પાસે મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થઇ જતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો છે તેમજ કેટલીક કારો અને વાહનોના પાણીમાં ફસાઇ જતા બંધ હાલતમાં જાેવા મળ્યા છે. વરસાદ સતત વરસતા ખેડૂતો ખેડૂતોના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકશાન થઈ રહ્ય્šં છે.

મહત્તમ કૃષિ પાકો નષ્ટ થઈ ગયા છે. નવસારી પંથકમાં પડેલ તથા હજુ પણ પડી રહેલા ભારે વરસાદના કારણે અહીંના મહત્તમ તળાવો ભરાઈ ગયા છે. કેટલાક તળાવો તો છલકાઈ તેનું પાણી રહેણાંક વિસ્તારોમાં પણ રેલાઈ રહ્ય્šં છે. શહેરનું શાકમાર્કેટ નજીકનું ટાટા તળાવ ભરાતા તેનું પાણી બહાર જતા પાલિકાને આ પાણીનો નિકાલ કરવા નવનેજા પડી રહ્યા છે. વિજલપોરનું ડોલી તળાવ,વિરાવલના તળાવ પણ છલકાયા છે. આ સાથે અંબિકા અને પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગામડાઓમાં પણ પાણી પાણી થઇ ગયું છે. જેને લઇ છેલ્લા ૪ દિવસથી જિલ્લામાં ઓગષ્ટના અંતિમ દિવસે અષાઢી માહોલ સર્જાયો છે. વલસાડ સહિત તમામ તાલુકાઓમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણીના દ્રશ્યો જાેવા મળ્યા છે. જેને લઇ હાઇવે પર વાહનોની રફતાર પણ મંદ રહી છે.