દિલ્હી-

સમગ્ર દેશ આવતીકાલે (15મી ઓગસ્ટે) દેશનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. ત્યારે દેશમાં 15મી ઓગસ્ટ પહેલા સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસને લઈને દિલ્હીમાં બેરિકેડિંગ લગાવીને ચેકિંગ હાથ ધરવામાં આવી છે. DCP ટ્રાફિકે આ અંગે કહ્યું હતું કે, દિલ્હી પોલીસ સ્વતંત્રતા દિવસને જોતા વાહનોની ચેકિંગ કરી રહી છે. આ સાથે જ સ્વતંત્રતા દિવસ પરેડના કારણે વાહનોને દિલ્હી પ્રવેશ પર એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જોકે, મર્યાદિત ટ્રાફિક પોલીસની ડ્યૂટી પણ લગાવવામાં આવી છે. રેલવેએ અનેક રાજ્યોમાં સંવેદનશીલ રેલવે સ્ટેશન્સ પર સુરક્ષા  વ્યવસ્થાને વધારી છે. પશ્ચિમ બંગાળને સિલિગુડીના તમામ રેલવે સ્ટેશન્સ પર રેલવે સુરક્ષા બળ એલર્ટ પર છે. સમગ્ર દેશ માટે આવતીકાલનો (15 ઓગસ્ટ) દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. 15મી ઓગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. ત્યારે 75મા સ્વતંત્રતા દિવસની પ્રસંગ પર દેશના અનેક રાજ્યોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન્સ પર રેલવે સુરક્ષા બળને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.