રાજપીપળા, દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણનો ૧૬ મી જાન્યુઆરીએ સમગ્ર ભારત દેશમાં પ્રારંભ થયો છે.ગુજરાત સરકારના માજી વન મંત્રી શબ્દશરણ તડવીએ તિલકવાડા હેલ્થ સેન્ટર ખાતેથી અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર હર્ષદ વસાવાએ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી રસીકરણનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાવ્યો હતો. 

નર્મદા જિલ્લામાં વેક્સીનેશનના કુલ-૫૨૦૦ ડોઝ આપવામાં આવેલ છે. પ્રથમ તબક્કામાં ઓનલાઇન વેક્સીનેશન હેઠળ ૪૨૦૨ જેટલાં હેલ્થ વર્કરોની સાથે સંલગ્ન કર્મચારીઓના નામોની નોંધણી કરાઈ છે.રાજપીપલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે ૧૦૦ અને તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૪૦ મળી કુલ ૧૪૦ જેટલાં લોકોને પ્રથમ દિવસે અગ્રતા ક્રમે રસી આપવામાં આવી હતી.

રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલા આરોગ્ય કર્મી દક્ષાબેન વણકરે જિલ્લામાં કોરોના રસી મુકવાની શરૂઆત કરી હતી.નર્મદા જિલ્લામાં કોરોના રસી મુકાવનારા પ્રથમ વ્યક્તિમાં રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી કિશોર ભાઈ વસાવા, દ્વિતીય વ્યક્તિ ૈંસ્છ (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) નર્મદા જિલ્લા પ્રમુખ ડો.ગિરીશ આનંદ, ત્રીજા વ્યક્તિ રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો.મેઘા દોશી, ચોથા વ્યક્તિ ડો.હિરેન્દ્ર વસાવા અને પાંચમા વ્યક્તિ જ્યોતિકાબેન મહેશ ભાઈ ગોહિલ છે.

રસી મુકવાનારા તમામ લોકોએ જણાવ્યું હતું કે રસી મુક્યા કોઈ જ પ્રકારનું રીએક્શન આવ્યું નથી, આફવાઓથી બિલકુલ ગભરાવવાની જરૂર નથી.કોરોના વાયરસ સામે આ રસી કારગર સાબિત થશે.અમારી જેમ અન્ય તમામ લોકો આ રસી મુકાવશે તો ભારત દેશ કોરોના મુક્ત બનશે.આ રસી અસરકરલ છે.અમે ભારત સરકાર અને આ રસી શોધનારા તમામ વૈજ્ઞાનિકોના આભારી છીએ.

જે પણ આ રસી મુકાવશે એણે રસી મુકાવ્યાના ૨૮ દિવસ બાદ બીજાે ડોઝ લેવો ફરજીયાત છે, બીજાે ડોઝ લીધા પછીના એક અઠવાડિયા બાદ કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થશે.રસીનો પેહલો ડોઝ લીધા પછી પણ માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કરવા અને એક બીજાથી ૬ ફૂટનું અંતર રાખવું પડશે.રસી મુકનારને ૦.૫ સ્ન્ નો ડોઝ આપવામાં આવે છે.