ડભોઇ

ડભોઇના થૂવાવી ત્રણ રસ્તા નજીક આગળ ઊભેલી એક ટ્રક માં બાઇક ચાલક અથડાતાં બાઇક ચાલક નું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. ડભોઇ તાલુકાનાં થૂવાવી નજીક ત્રણ રસ્તા પાસે બનૈયા ગામનો એક યુવક પૂર ઝડપે બાઇક હંકારી આગડ ઊભેલી એક ટ્રક માં અથડાતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

ડભોઇ પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચી જય મૃતક ની પી.એમ.માટે ની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ ત્રાફીક નિયંત્ર કરવામાં આવ્યો હતો. ડભોઇ તાલુકાના થૂવાવી નજીક બનૈયા ગામે રહેતા રોહિતભાઈ શનાભાઈ ચૌહાણ ડભોઇ કામ અર્થે પેસન બાઇક નંબર જી.જે.૦૬.એલ.જી.૬૧૯૯ લઈ પૂર ઝડપે હંકારી જતો હતો ત્યારે ડભોઇ થૂવાવી ત્રણ રસ્તા નજીક ઉભેલ એક ટ્રક નંબર જી.જે.૦૬.એ.ઝેડ,૩૬૨૪ માં પાછળ ની સાઇડે અથડાતા તે જમીન ઉપર ફગોડાયો હતો અને માથાના તેમજ હાથ પગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યો હતો ડભોઇ પોલીસ ને સ્થાનીક લોકો દ્વારા અકસ્માત ની જાણ કરતાં ડભોઇ પોલીસ સ્થળ ઉપર દોડી જઇ ટ્રાફિક નિયંત્રણ કર્યો હતો અને મૃતકને ડભોઇ રેફરલ હોસ્પિટલ મોકલી આપી પી.એમ.માટે ની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત ગુન્હો દાખલ કરી કાનુના કાર્યવાહી હાથ ધરી છે.