હાલોલ,  રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધતા વપરાશના સમયમાં ઘોઘમ્બા તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં સફળ પ્રાકૃતિક ખેતી કરી, નફો રળી સ્થાનિક ખેડુતોને એક નવો રાહ ચીંધ્યો છે. ગજાપુર ગામના સોલંકી મહેન્દ્રસિંહ મહોબતસિંહ ખેતી સાથે છેલ્લા ૨૦ વરસોથી સંકળાયેલ છે. એમણે ખેડુત તાલીમ કેન્દ્ર, ગોધરા ખાતે આત્મા પ્રોજેક્ટનો સંપર્ક કરીને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટની ખેતી અંગેની માહિતિ મેળવી. આત્મા દ્વાર યોજાયેલ સુભાષ પાલેકર નિવાસી તાલીમમાં ભાગ લઇને સાત દિવસ સુધી તાલીમ મેળવીને જિવામૃત, બીજામૃત, ઘન જિવામૃત, બ્રમ્હાસ્ત્ર, વગેરેની જાણકારી મેળવી. એમણે ટામેટાને બિજામૃતનો પટ આપીને જાતે ધરુ બનાવીને વાવેતર કર્યુ. જીવામૃતનો છાંટકાવ કરીને સારૂ એવુ ઉત્પાદન મેળવ્યુ. બીજામૃત વાપરીને ફુગ જન્ય રોગો, અને ઉધઇ અને અન્ય મુળજ્ન્ય રોગોમાંથી છુટકારો મળ્યો. જિવામૃતથી ઉત્પાદન અને ગુણવત્તા વધી અને ટામેટાનો બગાડ ઓછો થયો. કિટનાશક માટે બ્રમાસ્ત્ર અને અગ્નીસ્ત્રનો ઉપયોગ સફળ રહ્યો. એમના જણાવ્યા મુજબ રાસયણીક ખાતરો અને બજારૂ દવાનો ઉપયોગ કર્યા વગર પણ પ્રાકૃતિક ખેતી કરી હતી.