લીમખેડા, લીમખેડા તાલુકામાં આવેલા ખીરખાઈ ગામે ગઈકાલે સાંજે ખેતરમાં મકાઈ કાપી રહેલા બે ખેડૂતો ઉપર મધમાખીઓએ હુમલો કર્યો હતો જે પૈકી ગંભીર રીતે ઘવાયેલા એક ૫૨ વર્ષીય ખેડૂતનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું જ્યારે એક ખેડૂતની હાલત સુધારા પર છે. લીમખેડાના ખીરખાઈ ગામે આવેલ આ તળાવ ફળિયામાં રહેતા દલસીંગ ભાઈ કાળુભાઈ મેડા ઉંમર વર્ષ ૫૨ તથા શંકરભાઈ મલાભાઇ મોહનીયા સહિત આ બંને ખેડૂતો ગઈકાલે કોતરવાળા ખેતરમાં મકાઈ કાપવા માટે ગયા હતા આ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના સુમારે તેઓ ખેતરમાં મકાઈ કાપી રહ્યા હતા તે દરમિયાન ખેતરના સેઢા ઉપર આવેલ એક ગોરસ આમલી ના ઝાડ ઉપર બેઠેલું મધમાખીનું ઝૂંડ ઉડી હતું અને આ દલસીંગ ભાઈ કાળુભાઈ મેડા ઉંમર વર્ષ ૫૨ તથા શંકરભાઈ મલાભાઈ ઉપર હુમલો કર્યો હતો જે પૈકી આ મધમાખીના ઝુંડે દલસીંગ ભાઇ મેડાના આખા શરીર ઉપર ડંખ મારતા ગંભીર રીતે ઘવાયો હતો ઉક્ત બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીમખેડા દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા જે પૈકી દલસિંગભાઈ મેડા નું સારવાર મળે તે પહેલાં જ કરૂણ મોત નિપજયું હતું જ્યારે શંકરભાઈ મલા ભાઈની તબિયત હાલમાં સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે મૃતકની પત્ની હીરકી બેન દલસીંગ મેડા એ આપેલી જાહેરાતના પગલે લીમખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.