અંક્લેશ્વર, અંકલેશ્વર તાલુકા સેવા સદનમાં બુધવારની મધ્યરાત્રિ એ અચાનક જ સહાયક રાજ્ય વેરા કમિશ્નરકચેરીની ગેલેરીઓ માં સેલ્સ ટેક્સના દફ્તરે કરવા મુકેલ દસ્તાવેજાેના જથ્થા માં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી ગઇ હતી.ફાયર બ્રિગેડ દ્વારા ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. 

અંકલેશ્વર તાલુકા સેવાસદ માં પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ સબ રજિસ્ટ્રારની કચેરીઓ સંલગ્ન રીતે કાર્યરત છે. આ ભવનમાં બીજા માળે બુધવાર ની મોડી રાત્રે ફક્ત સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરીની લોબીમાં મુકેલ નાશ કરવા પાત્ર દસ્તાવેજાે ના જથ્થામાં આગ લાગી હતી. આ આગને જાેતા તાત્કાલિક પાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયટરો દોડી આવ્યા હતા.તાલુકા સેવા સદનમાં આગના પગલે જીઆઇડીસી ડીપીએમસીનું એક ફાયર બ્રિગેડ દોડી આવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ ઘટનાના પગલે મામલતદાર કચેરી અને સહાયક રાજ્ય વેરા કમિશ્નર કચેરી નો સ્ટાફ દોડી આવ્યો હતો. જાેકે મધ્યરાત્રે આગ લાગે એ પણ એક શંકાસ્પદ બાબત છે. અંકલેશ્વર સહાયક રાજ્ય વેરા કમિશ્નર ની કચેરી ના અધિકારી નિકુંજ ગજ્જરે મિડીયાએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. અને જણાવ્યુ હતુ કે હું આગના કારણ બાબતે અજાણ છું. આ બાબતે તપાસ કરી રહ્યા છીએ.અંકલેશ્વર તાલુકા સેવાસદનના બીજા માળે આવેલ કચેરીઓમાં લગાવેલ ફાયર સેફટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.ફાયરની ડીસીપી ની બોટલો એક્સપાયરી ડેટ થઇ ગયેલા જાેવા મળી હતી. તાલુકા સેવા સદન ના બીજા માળે વિવિધ સરકારી કચેરી આવેલી છે, આ કચેરીઓની બહાર અગ્નિશામક યંત્ર લગાવવામાં આવ્યા છે. એ પણ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે, અને ફાયર ડીસીપી ની બોટલો પણ એક્સપાઈરી ડેટ ની જાેવા મળી હતી. ત્યારે સેવા સદન ના અધિકારીઓ ની બેદરકારી પણ સામે આવી છે. આ ઉપરાંત ઉદ્યોગો માં ફાયરસેફટી અંગે તપાસ કરતી સરકારી એજન્સીઓ હવે આ ઘટના સંદર્ભે કેટલી પ્રામાણિકતા થી જવાબદારી નિભાવશે તે તો આવનાર સમય જ બતાવશે.