વડોદરા, તા. ૧૪

રાજયમાં ખેડામાં નશાકારક કફ સિરપના કારણે સાત લોકોના મોતના બનાવના ગણતરીના દિવસોમાં જ ફરી અમદાવાદમાં કફ સિરપના નામે નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ થયો છે. હજુ તેની તપાસ હાલ ચાલી રહી છે ત્યારે વધુ એક વાર શહેર એસઓજી પોલીસે બાજવા રેલવે સ્ટેશનની સામેથી બિનવારસી ગોડાઉન ઝડપી પાડ્યુ હતુ જેમા સીરપની ૩૬૫ પેટીનો જથ્થાનું ગોડાઉન ઝડપી પડ્યુ હતુ. અમદાવાદ જીલ્લા એસઓજીની ટીમે બે દિવસ પહેલા વટામણ ચોકડી પાસેથી રિક્ષામા નશાકારક કફ સિરપનો જથ્થો લઇને જતા વડોદરાને બે પેડલરોની ધરપકડ કરી હતી. જેમા નશાકારક કફસિરપનો જથ્થો મોકલનારા દુકાનદાર હાલ ફરાર છે જે તપાસમા આજ રોજ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા વડોદરામાં તપાસ હાથ ધરી હતી. જયારે બીજી બાજુ શહેર એસઓજી પોલીસે માહિતી મળી હતી કે, બાજવા પાસે કફસીરપનો મોટા પ્રમાણમાં જથ્થો છે જે માહિતીના આધારે બાજવા રેલવે સ્ટેશન સામે આવેલ કેકે સમોસાની બાજુમાં આવેલ ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન પોલીસે તપાસ કરતા ગોડાઉનમાં કોઇ ઇસમ મળી આવ્યો ન હતો, પરંતુ પોલીસને બિનવારસી હાલમાં વિપુલ પ્રમાણમાં કફ સીરપનો જથ્થો મળી આવ્યો હતો. જેમા ૩૬૫ જેટલી કફ સીરપની પેટી મળી આવી હતી. એસઓજી પોલીસે સીરપનો જથ્થો કબજે લઇને ગોડાઉનને સીલ મારીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ પોલીસ વડોદરા તપાસ અર્થે

રાજયમાં ખેડામાં નશાકારક કફ સિરપના કારણે સાત લોકોના મોતના બનાવના ગણતરીના દિવસોમાં જ ફરીએક વાર કફ સિરપનું ભૂત ધુણ્યુ છે. વટામણ ચોકથી લઇ જવાતો નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ સીરપનો જથ્થો વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદાર રાજુ પટેલ પાસેથી લાવ્યા હતા જે હાલ ફરાર છે.ત્યારે બીજી બાજુ આમદાવાદ જીલ્લા એસઓજી દ્વારા વડોદરાના બંને પેડલરને લઇને તેમના નિવાસ સ્થાને તપાસ અર્થે લાવવામા આવ્યા હતાં.