દિલ્હી-

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બીજેપી નેતા જસબીર સિંહ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હમલામાં 5 લોકો ઘાયલ થયા હતા. આતંકવાદીઓએ રાજૌરીના ખાંડલી વિસ્તારમાં બીજેપી નેતા જસબીરના ઘરને નિશાનો બનાવ્યું હતું. ગ્રેનેડના હુમલા બાદ વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. જમ્મુના ADGPએ ગ્રેનેડના હુમલાની પુષ્ટિ કરી હતી. પોલીસ હુમલો કરનારની શોધખોળમાં લાગી ગઈ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘાટીમાં પાછલા કેટલાક સમયથી ભાજપા નેતા આતંકીઓના નિશાના પર છે. 9 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકિઓને બીજેપી નેતા ગુલામ રસૂલ ડાર અને તેમની પત્નીને ગોળી મારીને હત્યા કરી હતી. ડાર કુલગામના કિશાન મોરચાના જિલ્લા અધ્યક્ષ અને સરપંચ હતા.જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આતંકવાદી હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. અનંતનાગના લાલ ચોકમાં આંતકવાદીઓએ ડાર અને તેની પત્ની પર ગોળબારી કરી હતી. આ દરમિયાન તે બંન્નેને ગોળી વાગી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યા તેમનું મૃત્યુ થયું હતું. જમ્મુ-કાશ્મીરના રજૌરીમાં આતંકવાદીઓએ BJP નેતા પર હેન્ડ ગ્રેનેડ દ્રારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલામાં અન્ય 5 લોકો પણ ઘાયલ થયા હતા. પોલીસ હુમલાખોરોની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.