દિલ્હી-

પ્રથમ વખત એવુ થયુ છે જ્યારે સરકારે પીઆઈબી કાર્ડ ધારક પત્રકારોની નોર્થ બ્લોકમાં એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. સરકારે તેની માટે બજેટ બનાવવાના કામનો હવાલો આપ્યો છે. આ પહેલા આ પ્રતિબંધ માત્ર નાણામંત્રાલય સુધી જ લગાવવામાં આવતો હતો. ગત અઠવાડિયે જાહેર આદેશ અનુસાર નોર્થ બ્લોકમાં 1 ડિસેમ્બરથી પીઆઇબી કાર્ડ ધારકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અહી નાણા મંત્રાલય સાથે ગૃહમંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એંડ ટ્રેનિંગ પણ છે. ફેબ્રુઆરીના અંત સુધી નાણા સિવાય આ બે મંત્રાલયોમાં પણ પત્રકાર નહી જઇ શકે. પીઆઇબીની માન્યતા માટે પત્રકાર દિલ્હી અથવા તેના બહારના ભાગના હોવા જાેઇએ.

જરૂરી છે કે પત્રકાર મીડિયા સંસ્થામાં ઓછામાં ઓછો એક વર્ષથી કામ કરી રહ્યો હોય અને સંસ્થાના 50 ટકા ન્યૂઝ કોન્ટેન્ટ હોય અથવા પછી જન હિત પર આધારિત હોય. જેમાં સરકારના પણ સમાચાર સામેલ હોવા જાેઇએ. સેન્ટ્રલ ન્યૂઝ મીડિયા એક્રિડેશન ગાઇડલાઇન 1999 અનુસાર આ કાર્ડ કોઇ સ્પેશ્યલ અથવા ઓફિશિયલ સ્ટેટસ નથી આપતું. આ માત્ર એક પ્રોફેશનલ વર્કિંગ જર્નાલિસ્ટની ઓળખ માટે છે. જેના દ્વારા પત્રકાર સરકારના ન્યૂઝ સોર્સ સુધી પહોચી શકે છે અને સરકારી સમાચાર સામગ્રીને મેળવી શકે છે.

આ કાર્ડ દ્વારા ગૃહ મંત્રાલયના સિક્યુરિટી ઝોનમાં આસાનીથી એન્ટ્રી મળી જાય છે. પીઆઇબીની માન્યતા માટે એક પત્રકારે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફુલ ટાઇમ પત્રકારિતાનું કામ જરૂરી હોય છે. આ સિવાય ફ્રીલાન્સર માટે ૧૫ વર્ષ જરૂરી હોય છે. પત્રકારીની ઓછામાં ઓછો પગાર ૪૫૦૦ રૂપિયા મહિના હોવી જાેઇએ. ન્યૂઝ પેપર અથવા પીરિયોડિકલ સર્કુલેશ ૧૦ હજાર અથવા ૭૫૦૦૦ સુધી હોવી જરૂરી છે. ન્યૂઝ એજન્સીની વાર્ષિક ગ્રોસ રેવેન્યૂ ૨૦ લાખથી ઓછા ના હોવા જાેઇએ. આ નિયમ વિદેશી એજન્સીઓ અને પત્રકારો પર પણ લાગુ થાય છે.