િદલ્હી -

પહેલી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા લોકડાઉનમાં રાહતના ચોથા તબક્કા 'અનલોક ચાર'માં સરકાર દ્વારા મેટ્રો ટ્રેન સેવાઓને ચલાવવાની મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે. પરંતુ સ્કૂલો અને કોલેજોના નજીક ભવિષ્યમાં ખુલે તેવું નથી. આ અંગેની માહિતી આપતાં અધિકારીઓએ કહ્યું હતું કે જોકે રાજ્યોમાં ત્વરિત પરિવહન નેટવર્કને ચલાવવાની મંજૂરી અંગે સંબંધિત રાજ્ય સરકાર ત્યાંની કોરોના વાયરસની મહામારીની સ્થિતિના આધારે નિર્ણય લેશે. 

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે માર્ચમાં મેટ્રો સેવા સસ્પેન્ડ કરી દેવાઇ હતી. અનલોક ચારના દિશાનિર્દેશોમાં કેન્દ્રસરકાર માત્ર પ્રતિબંધિત ગતિવિધિનો જ ઉલ્લેખ કરશે. બાકીની ગતિવિધિ ચાલુ થઇ શકે છે. અત્યારસુધી જે બાર્સને ખોલવાની મંજૂરી અપાઇ નહતી, તેને કાઉન્ટર પરથી શરાબ લઇ જવા માટે વેચાણની મંજૂરી અપાઇ શકે છે. અનલોક ચારના દિશાનિર્દેશ આ અઠવાડિયાના અંત સુધીમાં જારી કરી શકાય છે. દેશભરમાં કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો આકરો અમલ થશે.