ચેન્નઇ-

દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે તેમના રાજકીય જીવનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ભવિષ્યમાં રાજકારણમાં આવવાની તેમની કોઈ યોજના નથી. આ સાથે તેમણે પોતાના સંગઠન રજની મક્કલ મંદ્રમ નો ભંગ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા સુપરસ્ટાર રજનીકાંતે ગયા વર્ષે 29 ડિસેમ્બર 2020ના રોજ અચાનક જ બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા, તેમના આરોગ્યને ટાંકીને કહ્યું હતું કે, તેઓ રાજકારણમાં જોડાશે નહીં. પોતાના પોએસ ગાર્ડનના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતાં અભિનેતાએ કહ્યું કે, જ્યારે તેમણે જાહેરાત કરી કે, તેઓ રાજકારણમાં નહી પ્રવેશે, ત્યારે ઘણા બધા અનુત્તરિત સવાલો હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોરોનાના વધતા પ્રકોપ અને વિધાનસભાની ચૂંટણીઓના કારણે કોઈ નિર્ણય લઈ શકશે નહી. જો કે, રજનીકાંતના સહાયક અને ગાંધીયા મક્કલ ઇયક્કમના સંસ્થાપક તમિલારુવી મણિયને કહ્યું હતું કે, અભિનેતાએ એવું નથી કહ્યું કે, તે ક્યારેય રાજકારણમાં પ્રવેશ કરશે નહીં. તેમણે રજની મક્કલ મંદ્રમનો ભંગ કર્યો નથી. બસ હવે તે ચૂંટણીના મેદાનમાં પ્રવેશ કરશે નહીં.