દિલ્હી-

માતા વૈષ્ણો દેવીના દરબારમાં અચાનક આગ લાગી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બેના નજીક ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે કામગીરી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જ્યાં આગ લાગી તે સ્થાનથી પ્રાકૃતિક ગુફા લગભગ ૧૦૦ મીટર દુર છે.

જાણકારી મુજબ, વીઆઈપી ગેટ પાસે કાઉટીંગ રુમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું. બચાવ કર્મીઓ દ્વારા બચાવ કર્યું શરુ કરવાની સાથે જ શ્રાઈન બોર્ડના અધિકારીઓને તેની સુચના આપી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતીની જાણકારી થતા જ બોર્ડના ફાયરવિબાગના જવાનો ઘટના સ્થળ પહોંચ્યા અને આગ પર કાબૂ મેળવવામાં જોડાઈ ગયા હતા. ઘણી જહેમત બાદ ફાયરવિબાગની ગાડીઓના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમ છતાં નુકસાન વિશેમાં અત્યાર સુધી શ્રાઈન બોર્ડ તરફથી કોઈ નીવેદન આવ્યું નથી. પરંતુ સુત્રોનું કહેવું છે કે, આ અગ્નિકાંડમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.