વડોદરા

શહેરના છેવાડા વિસ્તારમાં આવેલ સેવાસી પાસે આવેલ પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં મોડીરાત્રે અચાનક ભિષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ ફેલાયો હતો.આ આગ પ્લાસ્ટિકમાં લાગતા આગના ગોટેગોટા બેથી ત્રણ કીલોમીટર સુધી દેખાયા હતા.મેજર કોલ મળતા જ ટીપી ૧૩ થી ત્રણ અને વડીવાડી ફાયરસ્ટેશનથી એક ગાડી આગ બુઝાવવા દોડી ગઇ હતી.અને આ લખાય છે.ત્યારે પણ આગ કાબૂમાં લેવાની કોશિશ ચાલી રહી છે.

શહેરના છેવાડે આવેલ સેવાસી પાસે મોડી રાત્રીના પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી.આ આગનો કોલ મળતા જ ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરીને ફાયર ફાઇટરો રવાના કર્યા હતા.ફાયર બ્રિગેડે ટીપી ૧૩માંથી ત્રણ અને વડીવાડી ફાયર સ્ટેશનથી એક મળીને કુલ ચાર ગાડીઓ પાણી સાથે મોકલી આપી હતી.સાથે ફાયર ફાઇટરો પણ દોડી ગયા હતા.આ ગોડાઉન ખુલ્લામાં હતું અને બંધ હોવાથી કયા કારણોસર આગ લાગી છે.તેનું કારણ જાણી શકાયુ નથી.બનાવને પગલે પોલીસ પણ પહોંચી ગઇ હતી.આજે વાવાઝોડાની આગાહીને પગલે પવન હોવાથી ફાયર ફાઇટરોને આગ કાબૂમાં લેવાની મુશ્કેલી પડતી હતી આ ગોડાઉનમાં પ્લાસ્ટિકનો વેસ્ટ સાથે પુઠ્ઠા સહીતનો ભંગાર હોવાથી આગ વધુને વધુ વકરી રહી હતી.આગ આજુબાજુના વિસ્તારમાં ન પ્રસરે તે માટે વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો હતો.આ લખાઇ રહ્યું છે.ત્યારે પણ આગ કાબૂમાં આવી નથી.અને ફાયર ફાઇટરો પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવવા સતત મહેનત કરી રહ્યા છે.આ આગથી હજારોનું નુકસાન થયું છે.અને કોઇ જાનહાનીના અહેવાલ નથી.જાે કે આગનુ કારણ જાણવાની કોસિશ કરાઇ રહી છે.