શિનોર

શિનોર થી માંડવા જવાના માર્ગ પર કેનાલ ની બાજુમાં આવેલ દિલીપભાઈ પટેલના ખેતરના કુવા પર બાંધેલ એક ૧૪ માસ ની વાછરડી નું ગત રાત્રી દરમિયાન મારણ કરી દીપડો ભાગી જતાં શિનોર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શિનોર પંથકમાં છેલ્લા ત્રણ મહિનામાં દીપડાએ ભારે આંતક મચાવતાં કુલ ૩ વાછરડી નું મારણ કરવાની બનેલ ઘટના ના પગલે શિનોર સહિત ના આજુબાજુના ગામોના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભારે ફફડાટ જાેવા મળી રહ્યો છે. ત્યારે આજરોજ શિનોર થી માંડવા જવાના માર્ગ પર આવેલ કેનાલ નજીક દિલીપભાઈ પટેલના ખેતરમાં આવેલ કુવા પર બાંધેલ એક ૧૪ માસ ની વાછરડી નું ગત રાત્રી દરમિયાન દીપડો મારણ કરીને લઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે.ખેડૂત દ્વારા દીપડાએ કરેલ વાછરડી ના મારણ અંગે શિનોર વન વિભાગ ના કરાતાં આજરોન શિનોર વન વિભાગ ની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી વધુ તપાસ તજવીજ હાથ ધરી હતી. છેલ્લા ત્રણ મહિનામાં દીપડાએ ત્રણ વાછરડી નું મારણ કરી તરખાટ મચાવતા ખેડૂતો અને પશુપાલકોમાં ડર નો માહોલ ફેલાયો છે.