વડોદરા, તા.૯ 

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને ચાર મહિના બાકી છે. ગુજરાતની તમામ પાલિકાની ચૂંટણીમાં ફેરફાર માગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટના દિશાનિદેર્શ પહેલાં વોર્ડ સીમાંકન સહિતની કોઈપણ કાર્યવાહી નહીં કરવાની માગ સાથે કોંગ્રેસના અગ્રણીએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

કોંગ્રેસના નરેન્દ્ર રાવતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ૨૦૧૫માં સીમાંકન, ૧ વોર્ડ અને ૧ બેઠકની પિટિશન સ્પેશિયલ લીવ સિવિલ એપ્લિકેશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેનો ચુકાદો બાકી છે. તેમ છતાં ગુજરાત સરકારના અર્બન અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા તા.૫-૨-૨૦૧૯ના રોજ નોટિફિકેશન જાહેર કયુ જે બાબતે અમોએ વિરોધ અને વાંધાસૂચન નોંધાવેલ છે.

ગુજરાત સરકારનું નોટિફિકેશન ગઈકાલે પાડયું છે જેમાં વડોદરાની આજુબાજુના ૧૦-૧૨ ગામડાઓને પાલિકાની હદમાં સમાવી દીધા. ત્યાર બાદ આજરોજ ફાઈનલ નોટિફિકેશન બહાર પાડયું છે. જ્યારે ચૂંટણીના ચાર મહિના બાકી છે. ગુજરાતની તમામ  ચૂંટણીમાં ફેરફારો માગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ગુજરાતની તમામ કોપોર્ેરેશનની ચૂંટણીમાં ફેરફારો માગતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જેથી અમારી માગણી છે કે આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને દિશાનિદેર્શ પહેલાં કોઈ કાર્યવાહી ન કરવા અને નામદાર કોર્ટની અવગણના ન કરવા આ બાબતે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન મેળવવું અને ત્યાર બાદ જ આગળની કાર્યવાહી કરવી.