મુંબઈ-

સરકાર દ્વારા હવાઈ ભાડામાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો જેને, શેરબજારે ઉઘડતાની સાથે જ વધાવી લીધો હતો. આ નિર્ણયને પગલે આજે ઉડ્ડયનક્ષેત્રની કંપનીઓના શેરોમાં ઉછાળો જોવાયો હતો. બજારના આવા સેન્ટીમેન્ટને પગલે સ્પાઈસજેટના ભાવોમાં સાત ટકાનો ઉછાળો જોવાયો હતો. સરકારે દોઢ થી બે કલાક સુધી ની મુસાફરી માટે પ્રતિ ટિકિટ 400 રૂપિયા વધારીને ભાડા હવે 3500ને બદલે 3900 કરી નાંખ્યા હતા. ઈન્ડિગોને પણ લાભ થયો હતો. 

સેન્સેક્સ સવારે સાધારણ સુધારા સાથે ખૂલ્યો હતો, અને તે એક સમયે 51700 સુધી પહોંચ્યો હતો, જ્યારે સવારના થોડા સમય સુધી તેજી જોવાતાં નિફ્ટીમાં પણ સુધારો થતાં તે 15,200 પર પહોંચ્યો હતો. ગ્લોમાર્ક ફાર્માસ્યુટીકલ્સ, અનંતરાજ, એપોલો હોસ્પિટલ્સ અને નાલ્કો જેવી અનેક કંપનીઓના પરીણામો ટૂંક સમયમાં જાહેર થવાના છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 944 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ 707 કરોડના શેર વેચ્યા હતા.