વડોદરા

શહેરના જેતલપુર ગરનાળા પાસે બપોરના સમયે ચાલુ બાઈકમાં એકાએક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. જાે કે, બાઈકસવાર વેપારી તરત જ બાઈક પરથી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. ફાયર બ્રિગેડના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ બુઝાવી હતી. આગમાં બાઈક બળનીેુ ખાખ થઈ ગઈ હતી.

ફાયર બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાથીખાનામાં રહેતા અને અલકાપુરી વિસ્તારમાં કપડાંનો શો-રૂમ ધરાવતા મુનાફ શેખ બપોરના સમયે બાઈક લઈને ઘરે જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અલકાપુરી વિસ્તારના જેતલપુર ગરનાળા પાસે નજીકથી પસાર થઈ રહેલા વાહનચાલકે બાઈકમાં આગ લાગ્યાની જાણ કરતાં તરત જ બાઈક છોડીને ભાગ્યા હતા. ક્ષણોમાં જ આગે સંપૂર્ણ બાઈકને લપેટમાં લીધી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતાં ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્‌નસીબે બાઈકચાલક વેપારી તરત જ બાઈક પરથી નીચે ઉતરી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ આગમાં બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી.

નાગરિક સંરક્ષણ દળની કચેરીના મીટર બોક્સમાં આગ 

કલેકટર કચેરી સ્થિત જિલ્લા કલેકટરની ઓફિસ પાસે આવેલ નાગરિક સંરક્ષણદળની કચેરીના મોટર બોક્સમાં એકાએક આગ લાગતાં વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ગણતરીના સમયમાં લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.