વડોદરા, તા.૨૯

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે બે પ્રખર કલાગુરુઓના દુર્લભ ચિત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ચિત્રગુરુ રવિશંકર રાવળ અને સોમાલાલ શાહના દુર્લભ ફોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આઝાદીની ચળવળ દરમ્યાન પ્રજાને કલા અને સંસ્કારોનું સિંચન કરનાર રવિશંકર રાવળ દ્વારા ગાંધીજીના ચિત્રો તેમજ આઝાીદીની ચળવળ સમયના ખાસ પ્રકારના દુર્લભ ચિત્રો કાગળ પર દોરીને પ્રજાને એક વારસો પ્રદાન કર્યો છે. તે સિવાય કુમાર સામયિકમાં પણ તંત્રી તરીકેની ફરજ પણ બજાવી છે. સોમાલાલ શાહના ચિત્રોમાં કાઠિયાવાડનું લોકજીવન વ્યકત કરતા અનેક ચિત્રો જાેવા મળે છે. આ પ્રકારના તમામ ચિત્રોનું પ્રદર્શન આગામી ૧ તારીખ સુધી નિહાળી શકાશે.