વડોદરા : ઉત્તરાયણ બાદ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતાની સાથે વહેલીસવારે ધુમ્મસ છવાઇ જાય છે. જેને કારણે વિઝીબીલીટીની સમસ્યા સર્જાતી હોય છે. ચોક્કસ અંતર સુધી ધુંધળુ ધુંધળુ જાેઇ શકાય છે. પરંતુ ત્યાર બાદ ધુમ્મસ સિવાય કંઇ જાેઇ શકાતું નથી. તેવા સમયે તાજેતરમાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક સાથે અનેક ગાડીઓના અકસ્માતની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ ગુરૂવારે વડોદરામાં એક સાથે ચાર ગાડીઓનો અક્સ્માતની ઘટના સામે આવી હતી. 

પોલીટેકનીક કોલેજ થી ઇએમઇ સર્કલ તરફ જતા નવા બ્રીજ પર ચઢતી વેળાએ જ ચાર ગાડીઓનો અકસ્માત થયો હતો. વહેલી સવાલે ધુમ્મસના કારણે સર્જાતી વિઝીબીલીટીની સમસ્યાને કારણે અકસ્માત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. વહેલી સવારે સર્જાયેલા અકસ્માતને પગલે બ્રીજ પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. સવારે નોકરી અથવા કંપનીઓમાં ફરજ પર જઇ રહેલા લોકો ટ્રાફીકમાં અટવાયા હતા.