ડભોઇ, તા.૧૦ 

ડભોઇ તાલુકાના થુવાવી ગામે કુદરતી હાજતે ગયેલા ઈસમનું તેમનો પગ લપસી પડતાં પાણીમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું જ્યારે બીજા બનાવમાં થુવાવી ગામની મહિલાએ માનસિક બિમારીના કારણે રાત્રીના સમયે ગામના તળાવમાં પડી જતા મોત નીપજ્યું હતું જ્યારે કે જૂની માંગરોલ ના આધેડ ઈસમે ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઇ તાલુકાના થુવાવી ગામ પાસે આવેલ કેનાલ ખાતે ટ્રક ચાલક અને ક્લીનર કુદરતી હાજતે કેનાલ પાસે ગયા હતા જ્યાં તેઓનો પગ લપસી પડતાં કેનાલના પાણીમાં ડૂબી જવાથી મોહનભાઈ ભીમ રાવ પાટીલ રહે બોર કુડ તાલુકો જીલ્લો દુરીયા તેનું મોત નીપજ્યું હતું તેઓ અમદાવાદ ખાતેથી મહારાષ્ટ્ર ધુલિયા જઈ રહ્યા હતા દરમિયાન ડભોઇ તાલુકાના થુવાવી પાસે ઘટના બનવા પામી હતી જ્યારે બીજા બનાવમાં તાલુકાના અંબાવ ગામે રહેતા ઉર્વિશા બેન ચંદ્રકાંત ભોગીલાલ પટેલ ઉંમર વર્ષ ૪૦ નાઓ છેલ્લા એક વર્ષે થી માનસિક બીમારી હોય તેવો અવારનવાર એકલા વડોદરા ખાતે દવા લેવા જતા આવતા હતા ગતરાત્રીના સમયે તેઓ ઘરેથી નીકળી અને ગામના તળાવમાં ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું.

જ્યારે ત્રીજા બનાવમાં તાલુકાના જૂની માંગરોળ ખાતે રહેતા મનુભાઈ ભગાભાઈ તડવી ઉંમર વર્ષ ૫૫ રાત્રિના સમયે ઘરના પાછળના ભાગે લીમડાના ઝાડ નીચે દોડી વડે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જતા તેઓનું મોત નીપજ્યું હતું તાલુકા મથકે આકસ્મિક બનાવવા માં એક મહિલા અને બે પુરૃષ સહિત ત્રણનાં મોત થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.