વડોદરા, તા. ૭

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આઠ મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સાથે પ્રિ-મોન્સુન એકશન પ્લાન બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી, પણ સીએમને શું ખબર કે વડોદરાના સત્તાધિશોએ શહેરને ડૂબાડવાનો એક્શનપ્લાન બનાવી લીધો છે. વડોદરા શહેરમાં પ્રિ મોન્સુનની કામગીરી વિપરીત દિશામાં ચાલી રહી છે. વિશ્વામિત્રી નદીના કિનારે સયાજી હોસ્પિટલ માટે બનાવવામાં આવતાં નવા પિડીયાટ્રીક વોર્ડના ખોદકામ વખતે નીકળેલ માટી - ડેબ્રીકસ વિશ્વામિત્રી નદીના કિનારે નાખવામાં આવી છે. આ માટી વરસાદમાં વિશ્વામિત્રીને અવરોધ રૂપ સાબિત થશે. જાેકે, પાલિકા સત્તાધિશોએ માત્ર નોટિસ આપી હાથ ખંખેરી લીધાં છે. આ વિશે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયરને એ વાતની જાણ પણ નથી. તેઓએે જણાવ્યું હતું કે પાલિકાએ આવી કોઇ કામગીરી કરી હોય તો તેને તાત્કાલિક અસરથી બંધ કરાવો તેવી સૂચના આપવામાં આવી છે.

હાલ હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા સાથે ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. જેથી લોકો ચિંતિત બન્યા છે તેમા પણ સર સયાજી હોસ્પિટલની સામે નવુ બંધાયેલ પિડિયાટ્રીક વોર્ડના ખોદકામ કરીને નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર ઠાલવવામાં આવી છે. જેને પરિણામે વિશ્વામિત્રીનો પટ ધીમે ધીમે નાનો થતો જાય છે ઉપરાંત અગાઉ ત્રણ દિવસ પહેલા નજીવા જેવા પડેલા વરસાદના પગલે માટીનું ધોવાણ થઇને નદીના પટમાં પડેલી જાેવા મળી છે. માથા પર ભારે વાવાઝોડાની આગહી છે અને વરસાદ પડે તો માટીના પરીણામે આરાધના ટોકીઝ પાસેના આસપાસના વિસ્તાર પાણીમાં ડૂબી જાય તો નવાઇ નહીં.

મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સર સયાજી હોસ્પિટલ વડોદરા શહેરની મધ્યમાં આવેલી છે તેમા ગુજરતા સહિત બહારના રાજયના લોકો સારવાર કરવા માટે આવતા હોય છે. સર સયાજી હોસ્પિટલ દ્વારા નવુ પિડિયાટ્રીક વોર્ડ બનાવવાની કામગીરી એસએસજીના પીઆઇયુ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેના ખોદકામ સમયે નીકળેલી લાખો ટન માટી વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પર ઠાલવવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં વોર્ડ નં.૭ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા તા. ૯ માર્ચના રોજ એસએસજીના પીઆઇયુને અને સુપ્રિટેન્ડટન તથા સિંચાઇ વિભાગને નોટિસ આપવામાં આવી હતી, જેમા જણાવ્યું હતું કે વિશ્વામીત્રી નદીના કિનારે ડેબ્રીક્સ નાખવાથી પાણીના પ્રવાહમા અવરોધ ઉભો થવાની સંપૂર્ણ સંભાવના છે. આગામી ચોમાસાને ધ્યાને લેતા પૂરની સ્થિત સર્જાવાની સંભાવના રહે છે, જેથી સિંચાઇ વિભાગને પણ નોટિસ આપીને જાણ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ પિડિયાટ્રિક વોર્ડનું બાંધકામ કરી રહેલા ઇજનેર દ્વારા ઠાલવેલી માટીમાંથી ફક્ત કોર્પોરેશનને બતાવવા પૂરતી માટી હટાવીને સંતોષ મોની લીધો હતો. ત્રણ દિવસ પહેલા વરસેલા વરસાદના પગલે સમગ્ર માટીનું ધોવણ થયું હતું અને માટી નદીના પટમાં જાેવા મળી હતી.

પાલિકાએ નોટિસ બજાવી સંતોષ માન્યો

અગામી ચોમાસાનીને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા વિશ્વામિત્રીમાં પાણીનો પ્રવાહ અવરોધાય નહી તે માટે ત્યાં ડ્‌મ્પ કરવામાં આવેલી માટી-ડેબ્રીકસ તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવા કુબેર ભવન ખાતે આવેલ સિંચાઇ વિભાગને તથા એસ.એસ.જીના હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને માટી-ડેબ્રીક્સ દુર કરવાની નોટીસ આપવામાં આવી હતી,પરંતુ તેમના ધ્વારા નહીવત કામગીરી કરીને સંતોષ માન્યો હતો.

બે ઇંચ વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે

એક બાજુ પાલિકા દ્વારા નદીમાં પુરાણ દૂર કરવાની વાત કરે છે અન એનજીટીએ દ્વારા પણ આદેશ આપ્યા છે કે નદીમાં કરેલ દબાણો દૂર કરવા જાેઇએ. બીજીબાજુ કન્ટ્રકશન એક્ટીવીટીમાં અને પાલિકા, પ્રાઇવેટ બિલ્ડર દ્વારા ડેબ્રિક્સ અવારનવાર નાખવામાં અવતો હોય છે, જેને લીધે૨૭ વર્ષથી ચાલતા આ ભ્રષ્ટાચારને પરિણામે વિશ્વામિત્રી નદીનો પટ નાનો થતો જાય છે અને વડોદરા શહેરમાં બે ઇંચ જેટલા વરસાદમાં પણ પૂરની સ્થિતિ સર્જાય છે.

ડેબ્રિકસ મુદ્દે મેયરે કહ્યું - આપના માધ્યમથી જાણ થઇ

વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા શહેરના મેયરે ડેબ્રીક્સ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે આપના માધ્યમથી જાણ થઇ છે અને અમે અધિકારીને સુચના આપી છે કે આવી કોઇપણ રીતને કામગીરી ચાલતી હોય તેને અટકાવી દેવી જાેઇએ. જયારે અમે તેમને કોઇ નોટીસ આપી નથી ફક્ત અધિકારીઓને કામગીરી અટકાવીની સૂચના આપી છે.

ટ્ઠ