બેંગલુરુ

દેશભરમાં કોરોનાના કેસ વધતા જાય છે અને કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. હવે ફિલ્મ અભિનેતા અર્જુન મંજુનાથે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. તેઓ કોરોના સંક્રમિત હોવાથી જયનગરમાં આવેલી બેંગલુરુ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજી સુપર સ્પેશલિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ફિલ્મી '૦ પર્સન્ટ લવ'ના પ્રોડ્યુસર કૃષ્ણામૂર્તિએ જણાવ્યું હતું કે અર્જુનને છેલ્લા ઘણા દિવસથી તાવ હતો. તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી એટલે ગયા અઠવાડિયે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર હતા. તે દરમિયાન જ તેમની હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું.

અર્જુન મંજુનાથના અંતિમ સંસ્કાર ડોડાગેરી સ્મશાનમાં કરવામાં આવશે. પ્રોડ્યુસર કૃષ્ણામૂર્તિએ જણાવ્યું હતું કે, તેમને ત્રણ દિવસ પહેલા સુપર સ્પેશલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ તેમને કોરોનાના લક્ષણ હતી, જેને તેઓ ગંભીરતાથી નથી લેતા. આપને જણાવી દઈએ કે, અર્જુનને ૨ ફિલ્મ 'કેમિસ્ટ્રી ઓફ કરિયપ્પા' અને 'સમયુક્ત-૨' બનાવી છે. તેમની આગામી ફિલ્મ ૦ પર્સન્ટ લવ ૨૨ જૂને તેમના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થવાની હતી.