ભૂકંપની સાથે સાથે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીકપરા ગામ ખાતે એક કુતૂહલ જગાવતો બનાવ સામે આવ્યો છે. ભૂકંપ આવ્યો ત્યારે જ અહીં જમીનમાંથી ૫૦ ફૂટ જેટલો ઊંચો પાણીનો ફૂવારો ઉડ્યો હતો. ફૂવારો ઉડ્યો તે જગ્યાએ બોર હોવાનું માનવામાં આવી રહ્યું છે.કેશોદના રાણીકપરા ગામ ખાતે મેલડીમાતાજીના મંદિર પાસે એક બોરમાંથી અચાનક પાણીનો ફૂવારો છૂટ્યો હતો. આ ઘટના સવારે ૭.૪૦ વાગ્યાની હોવાનું કહેવામાં આવી છે. બરાબર આ જ સમયે સૌરાષ્ટ્રમાં ભૂકંપનો તીવ્ર આંચકો પણ અનુભવાયો હતો. એટલે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભૂકંપને કારણે આવું થયું હોઈ શકે છે.