અમદાવાદ-

દેશભરમાં આજથી મેટ્રો રેલ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધી આજે ટ્રેન દોડાવવામાં આવી હતી. સ્ટેશનમાં પ્રવેશતા પહેલા જ સીડી પર સિકયોરિટી દ્વારા માસ્ક પહેરેલા છે કે નહીં અને ચેક કરી અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. સ્ટેશનના પહેલા માળે પહોંચ્યા બાદ ફેસ સિલ્ડ સાથે સિકયોરિટી ગાર્ડ દ્વારા હેન્ડ સેનેટાઈઝ કરાવવામાં આવ્યું હતું અને હાથ પર ટેમ્પરેચર ગન વડે તાપમાન ચેક કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર કર્મચારીઓ દ્વારા સતત સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્ય્šં હતું. ટિકિટબારી પર કર્મચારીઓ ફેસ સિલ્ડ અને હેન્ડ ગ્લવ્સ પહેરેલા હતા.

પેસેન્જરો ધીરે ધીરે આવવાના શરૂ થયા હતા. માસ્ક સાથે પ્રવેશ કરતા પેસેન્જરને હેન્ડ સેનેટાઈઝ કરવા કહેવામાં આવતું હતું, બાદમાં તેમનું ટેમ્પરેચર ચેક કરવામાં આવતું હતું. સોશિયલ ડિસ્ટનસ જાળવી અને લોકો ટિકિટ લેવા લાઇનમાં ઉભા રહ્યા હતા. ટિકિટ લીધા બાદ પેસેન્જર ટ્રેનમાં બેઠા હતા. એક સીટ છોડી અને તમામ પેસેન્જરો બેસેલા જાેવા મળ્યા હતા. ૫ મહિના પછી ૧૧.૦૬ વાગ્યે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક તરફ ટ્રેન જવા રવાના થઈ હતી. આજે સવારે અને સાંજે ૧ કલાક માટે શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં માત્ર ૨૦થી ૨૫ પેસેન્જરો જ જાેવા મળ્યા હતા. ૫ મહિના બાદ શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં સફર કરવા આવેલા પેસેન્જરએ જણાવ્યું હતું કે અન્ય ટ્રાન્સપોર્ટેશન કરતા મેટ્રોમાં સેક્ટી વધુ છે.

સ્ટેશન પર સેનેટાઈઝિંગ અને સેક્ટીનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એપરલ પાર્ક સુધી જવા માટે અમારે રિક્ષામાં જવું પડતું હતું પરંતુ હવે મેટ્રો શરૂ થતાં ઘણી રાહત મળશે. અન્ય પેસેન્જરોએ પણ મેટ્રોમાં મુસાફરીને સેફ ગણાવી હતી. મેટ્રો ટ્રેન શરૂ થાય તે પહેલાં કર્મચારીઓ દ્વારા વસ્ત્રાલ ગામના મેટ્રો સ્ટેશન પર સતત સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું હતું. તમામ કર્મચારીઓ ફેસ સિલ્ડ સાથે જાેવા મળ્યા હતા. ટ્રેનમાં પીપીઈ કીટ પહેરી અને ટ્રેનને સેનેટાઈઝ કરવામાં આવી હતી. ટ્રેનમાં એક સીટ છોડી બેસવા માટે સૂચનો પણ લખેલા હતા.