અમદાવાદ-

માં અંબા નો પ્રાગટ્યોત્સવ એટલેકે આજના દિવસે માં અંબા પ્રગટ થયા હતા અને ભક્તો નું ભલું કર્યું હતું. પૃથ્વી ઉપર વ્યાપેલ વિનાશક દુષ્કાળ સમય માતાજી ના આશીર્વાદ થી ધન ધન્ય અને પુસ્કળ પ્રમાણ માં શાકભાજી ઉત્પન્ન થયા હતા જેને લઈ આ પૂનમ ને સાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે આજે વહેલી સવાર થીજ અંબાજી મંદિર માં યાત્રિકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો. અને અનેક ધજાઓ માતાજી ના શિખરે ચડતી જોવા મળી હતી હાલ ના પોષમાસ માં પાકતા ધન ધન્ય અને શાકભાજી માંથી બનાવેલા વિવિધ વ્યંજનો સાથે મીઠાઈઓ અને શાકભાજી નું 56 ભોગનુ અન્નકૂટ માતાજી ના સન્મુખ ધરાવી માતાજી ને રીઝવવા ના પ્રયાસ કરાયા હતા આજે માતાજી ના પ્રાગટ્યોત્સવ ને લઈ ને માં અંબા ને સોના ના થાળ માં રાજભોગ ધરાવામાં આવ્યો હતો ને બપોરે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી જેનો લાભ શ્રદ્ધાળુઓ એ લીધો હતો જોકે આજે કોરોના મહામારી ના કારણે અંબાજી માં નીકળતી શોભાયાત્રા પણ મુલત્વી રખાઈ હતી જેના પગલે યાત્રિકો ની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો હતો.