દિલ્હી-

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું," દેશમાં 5 દિવસોમાં બીજી વાર શનિવારે કોરોના રસીના 1 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા અને અત્યાર સુધી 65 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. કો-વિન પોર્ટલના આંકડા મુજબ મંગળવારે 1.28 કોરોનાના ડોઝ આપવામાં આવ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, " સાંજે 6 વાગ્યા સુધી સર્વાધિક 1.09 કરોડ રસીની ડોઝ આપીને રેકોર્ડ બનાવ્યો છે". તેમણે આ બાબતે સમગ્ર દેશને શુભકામના આપી હતી.તેમણે 50 કરોડથી વધુ પહેલા ડોઝ લગાવવા બાબતે ઐતિહાસિક ઉપલબ્ધી સુધી પહોંચવા માટે મદદ કરનાર કોવિડ યોદ્ધો અને લોકોની મહેનતની પણ પ્રસંશા કરી. પ્રધાને ટ્વીટ કર્યું કે, " વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનના હેઠળ વધુ એક ઉપલબ્ધી મેળવી છે. 50 કરોડ લોકોએ કોરોના રસીને પહેલો ડોઝ લીઘો હતો. આ અભિયાનનેને સફળ કરનાર યોદ્ધોઓની મહેનતની પ્રસંશા કરુ છું".