ભરૂચ, તા.૪ 

તા. ૨૯/૦૮/૨૦૨૦ ના રોજ ભરૂચ જિલ્લાના અનોર ગામમાં ખેત મજૂરી કરીને પોતોના પરિવારની જીવાદોરી ચલાવતા નટવર મનુ વસાવા ગામની ગૌચર જમીનની બાવરીમાં કુદરતી રીતે વરસાદને પગલે ઉગી નિકળેલ કારેલા, કંટોલા વીણીને એકત્રિત કરતો હતો.અચાનક આમોદ પોલીસ સ્ટેશનના જમાદાર હિતેશભાઈ આવી જતા જાતિવિષયક ગાળો બોલી અને પકડીને પી.એસ.આઇ. કે.એચ.સુથાર પાસે લઈ ગયેલા અને તેમને પુછપરછ કરી કે જુગાર કોણ-કોણ રમતા હતા અને અચાનક ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું અને બળજબરીપૂર્વક નિર્દોષ લોકોના નામ પણ લખાવ્યા હતા અને આરોપી તરીકે ઝડપી લઈ ૨૪ કલાક પોલીસ કસ્ટડીમાં રાખી જામીન મુક્ત કર્યો હતો.

  નટવર મનુ વસાવાને ઢોરમાર મારવામાં આવ્યો તેના પગલે તે હલનચલન પણ કરી શકતો હતો. બિટીએસ ભરૂચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા તેમજ આમોદ તાલુકા પ્રમુખ અકબર બેલીમ ની આગેવાનીમાં ભરૂચ કલેકટર કચેરીએ નિર્દોષ વ્યક્તિને ન્યાય મળે તે અર્થે જિલ્લા સંગઠનના હોદ્દેદારો એકત્રિત થઈને ભરૂચ કલેકટરને આપવામાં આવ્યું હતું. આવેદન પત્ર માં જણાવાયું હતું કે આમોદ પી.એસ.આઇ કે. એચ સુથાર દ્વારા કાયદાની વિરુદ્ધ કૃત્ય કરાયું હતું.