વડોદરા, તા.૨૮ 

કોરોના મહામારી, લોકડાઉન પછી કોરોના સંક્રમણ અટકાવવા હજુ શાળાઓ શરૂ થઇ નથી, જેના કારણે સ્કૂલવર્ધી વાહન ચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે સ્કૂલવર્ધી વાહનોને ટેક્ષમાં માફી આપવા, વિમા પ્રમિયમમાં રાહત તેમજ સહાય આપવાની

માગ કરી છે.

વડોદરા રીક્ષા ચાલક ઇન્ટુકે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે શહેરમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવા માટે લાકડાઉન તા.૨૨-૩થી જનતા કરફ્યુ ત્યારપછી જે લોડકાઉન આપવામાં આવ્યું હતું તેમાં શહેરના શ્રમજીવી સ્કુલવર્ધીના તમામ વાહન ચાલકોએ નિયમોનું ચુસ્તપણે પાલન કરી પોતાની રોજી રોટી સંપૂર્ણ બંધ કરીને સંપૂર્ણ સહિયોગ આપવામાં આવ્યો છે. તેના અનુસંધાનમાં સરકારે ગરીબ ખેડૂત અને ઉદ્યોગોને જે સહાય આપવામાં આવી છે તેમાં શહેરના અસંગઠિત શ્રમજીવી સ્કૂલવર્ધી વાહન ચાલકોને સહાય મળવી જાેઇએ જેથી સ્કૂલવર્ધી ભરતા વાહનોને ટેક્ષમાં માફી આપવી, સ્કૂલવર્ધી ભરતા વાહનોને ચાલુ વર્ષે ફીટનેસમાં રાહત આપવી અને સ્કૂલવર્ધી ભરતા વાહનોને ચાલુ વર્ષે વિમા પ્રિમિયમમાં રાહત આપવી, સરકારે ખેડૂતોના નાના ઉદ્યોગો તથા જનધન ખાતાના ગરીબો માટે જે સહાય આપવામાં આવી છે એવી જ રીતે અસંગઠિત શ્રમજીવી અને સ્કૂલવર્ધી બરતા વાહનોને સહાય આપવી જાેઇએ અને જ્યાં સુધી સ્કૂલો વ્યવસ્થિત ચાલુ ના થાય ત્યાં સુધી રોજના ૫૦૦ લેખે વાહન ચાલકોને સહાય આપવી તેવી માગ કરી હતી.