વલસાડ, વલસાડ જિલ્લામાં થયેલી પોલીસ ઈન્સપેક્ટર (પીઆઈ) સ્તરના અધિકારીઓની બદલીમાં વલસાડ સીટી પીઆઇ એચ.જે.ભટ્ટ.(હરેશ ભટ્ટ)ની ખેડામાં બદલી કરાઈ છે. તેમના સ્થાને અમદાવાદ શહેર પોલીસ મથક ના શ્રીમતી પી. એસ.ગામીત નિમણૂક કરવામાં આવ્યા છે. પીઆઈ ભટ્ટના વલસાડ શહેરના કાર્યકાળ દરમ્યાન તેઓ આગવી રીતે ફરજ બજાવી હતી અને શહેરમાં નિયમિત પેટ્રોલીંગ અને ફરિયાદો પરત્વે આગવી રીતે સામાન્ય માં સામાન્ય માણસ સાથે ભળી જઈ વાત સાંભળતા હોય લોકો માં અને પોલીસ સ્ટાફ માં પ્રિય થયા હતા લોક ડાઉન જેવા કપરા સમય માં પણ તેવો એ ફરજને બખૂબી નિભાવી હતી અને રાત દિવસ જાેયા વિના ફરજને મહત્વ આપ્યું હતું અને ગુનેગારો માટે કડક છાપ અને ફરીયાદી ને સાંભળવા ની આગવી કુનેહ ને કારણે તેમના માટે લાગણી જાેવા મળી હતી.