આણંદ : હાલમાં વિશ્વભરમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. જિલ્લા મેજિસ્ટ્રેટે આણંદ, ખંભાત, ઉમરેઠ અને બોરસદ તાલુકાના કોરોના સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોેન જાહેર કર્યાં હતાં. 

તદ્દનુસાર આણંદ તાલુકા અંતર્ગત આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બિલેશ્વર પાર્કના કુલ-૫ મકાન, શ્રીજી સોસાયટીના કુલ-૫ મકાન, અલવાહીદ સોસાયટીના કુલ-૨ મકાનનો વિસ્તાર, કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ કલ્યાણ સોસાયટીનું કુલ-૧ મકાન, સપથ રેસીડેન્સીના કુલ-૪ મકાનનો વિસ્તાર, વિદ્યાનગર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ ૩૦૨, માહિ રેસીડેન્સી, ઈસ્કોન પાછળના કુલ-૭ મકાનનો વિસ્તાર, સામરખા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળના કુલ-૨ મકાનનો વિસ્તાક, કાસોર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બારીયાવગોના કુલ-૯ મકાનનો વિસ્તાર, ખંભાત તાલુકા અંતર્ગત ખંભાત નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સલમાન પાર્કના કુલ-૧૨ મકાનનો વિસ્તાર, ઉમરેઠ તાલુકા અંતર્ગત રતનપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ખ્રિસ્તી ફળીયાના કુલ-૪૧ મકાનનો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ શિવમ સોસાયટીના કુલ-૧ મકાનનો વિસ્તાર, વિરસદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રજાપતિવાસના કુલ-૬ મકાનના વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે. તેમજ આ વિસ્તારને આવરી લેતાં મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૮ સપ્ટેમ્બરથી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેર નામાનો ભંગ કરનાર ઈસમો સામે આઇપીસીની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

આણંદ જિલ્લાના સોજિત્રા, બોરસદ અને આંકલાવ તાલુકાના વિસ્તારોને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

આંકલાવ નગરપાલિક હદ વિસ્તારમાં આવેલ બાલમશાપીર ભાગોળ, સાંધેડી, બાવાની ખડકી, અંબાલીપુરાનો વિસ્તાર, બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સર્વોદય બાળ મંદિર પાસે, પંચ મહાદેવ રોડ(ટાઉન હોલ)ના કુલ-૨ મકાનનો વિસ્તાર, સોજિત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ જીવનવાડીના કુલ-૧૧ મકાનનો વિસ્તાર, બોરસદ તાલુકા અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ બ્રાહ્મણવાડા, મોતી મુખીના ફળીયાના કુલ-૨ મકાનનો વિસ્તાર, ભાદરણ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રજાપતિવાસ-૧ના કુલ-૬ મકાનનો વિસ્તાર, વહેરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ સિલ્વર સિટી મકાન નં.૧૮, ઉપવીલાના કુલ-૧ મકાનનો વિસ્તાર, ખાનપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ આંબલીવાળું ફળીયાના કુલ-૪ મકાનનો વિસ્તાર ઢુંઢાકુવા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ ભકતાવાળું ફળીયાના કુલ-૨૧ મકાનનો વિસ્તાર, બોગાલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કુઈ વાડી ખડકીના કુલ-૯ મકાનનો વિસ્તાર, દાવોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ પ્રજાપતિવાસના કુલ-૧૦ મકાનનો વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત જાહેર કરાયાં હતાં.