વિરપુર

વિરપુર તાલુકા મથકનું એસટી બસ સ્ટેન્ડમા અહિંયા નથી પાણી કે નથી યોગ્ય બાથરૂમની કે બેસવાની સુવિધા બસ સ્ટેન્ડમા પ્રવેશતા જ જાણે મોત બનીને છત પર લટકી રહેલા પોપડાના કારણે મુસાફરોને પાછા ફરવાનો વારો આવે છે અનેક રજુઆત છતા કોઈ કામગીરી કરાતી નથી દુવિધાથી ઘેરાયેલા આ બસ સ્ટેન્ડમા બેસવા કોઈ મુસાફર રાજી નથી પરંતુ ના છુટકે મુસાફરોને બસ સ્ટેન્ડની બહાર ઉભું રહેવું પડે છે એસટી બસ સ્ટેન્ડ વિરપુર તાલુકાના મુસાફરો માટે સુવિધાના નામે શુન્ય જોવા મળે છે જર્જરિત બસસ્ટેશન હોવાથી ચોમાસા દરમ્યાન પાણી સતત ટપકતુ રહે છે જેના કારણે મુસાફરોને બસ સ્ટેન્ડમા ઉભા રહેવામાં ભારે તકલીફ પડી રહી છે તેમજ બસો રાત્રી રોકાણ કરે છે તેના ડ્રાઇવર કંડકટરોને પણ બસ સ્ટેન્ડના છતમાંથી ટપકતા વરસાદના પાણીમાં બસ સુઈ જવું પડે છે સ્લેબમા પડેલી તિરાડોથી ભયના ઓથા હેઠળ મુસાફરો ઉભા રહેતા હોય છે ક્યારેક ઓચિંતી કોઈ મોટી દુર્ઘટના ઘટનાની સંભાવના પણ દેખાઈ રહી છે ઉપરાંત ગુજરાતનાં મોટાભાગના બસસ્ટેશનની ઇમારતો નવીન બનાવી લોકાર્પણ થયુ પણ વિરપુરનું બસ સ્ટેન્ડ જર્જરીત હોવા છતા તેનુ નવીની કરણ કરાતું નથી જેથી આક્રોશ જોવા મળ્યો છે. તાલુકાની પ્રજાની માંગને ધ્યાનમા લઇ આ જર્જરિત સ્ટેશનમાં કોઈ આકસ્મિક ઘટના ઘટે તે પહેલા નવું બનાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે...


ડ્રાઈવર-કંડક્ટર જોખમી બસ સ્ટેન્ડ અને વરસાદી પાણીમા રાતવાસો કરે છે...

રોજીંદા હજારો મુસાફરોની અવર-જવર આ બસ સ્ટેન્ડમાં થાય છે મોટી સંખ્યામાં અન્ય ડેપોની બસના ડ્રાઈવર-કંડક્ટર આ જર્જરિતને જોખમી બિલ્ડીંગ રાતવાસો કરતા હોય છે. જો કોઈ હોનારત સર્જાય તો મોટી જાનહાની થવાનો ડર લાગી રહ્યો છે. જો હવે આ બિલ્ડીંગને તાકીદે ડિમોલેશન નહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જવાનો ભય પણ સતાવી રહ્યો છે...