વડોદરા

 વડોદરા સહિત રાજ્યના અનેક શહેરોમાં કોરોના કહેર મચાવી રહ્યો છે. દિવસેને દિવસે નવા કેસો સામે આવી રહ્યા છે. અને કેટલીક જગ્યાએ તો કોરોનાના લક્ષણો બદલાયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યના ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ શનિવારે શહેરની મુલાકાતે દોડી આવ્યા હતા. અને સર્કિટ હાઉસમાં કોરોનાની સ્થિતીને લઇને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ કરી દીધી હતી.

માર્ચ – 2020 માં કોરોના કેસોમાં શરૂઆતના સમયમાં વધારો થતા રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ વડોદરા ખાતે દોડી આવ્યા હતા. અને ત્યાર બાદ શહેરમાં કોરોના નાથવા માટે કડકાઇ પુર્વક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હવે એક વર્ષ બાદ પણ શહેરમાં કોરોનાની સ્થિતી વકરતા તે સંદર્ભે કામગીરીની સમીક્ષા કરવા માટે ડે. સીએમ. નીતિન પટેલ વડોદરા ખાતે શનિવારે દોડી આવ્યા હતા. અને સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરીય મીટિંગમાં તેઓએ ભાગ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વહીવટી તંત્ર દ્વારા કોરોના પોઝીટીવનો આંક સંતાડવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ સ્મશાનોમાં કોવિડ ગાઇડલાઇન્સ સાથે કરવામાં આવતા મૃતહેહોની અંતિમ ક્રિયા માટે વેઇટીંગ ચાલી રહ્યા છે. શહેરમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે કપરી બનતી જાય છે. તેવા સમયે ડે. સી.એમ.નું વડોદરા ખાતે દોડી આવવા પાછળના અનેક કારણો હોઇ શકે. ઉચ્ચ સ્તરીય મીટિંય બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે.