વડોદરા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થતાં અમદાવાદ, સુરત બાદ વડોદરામાં પણ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. વડોદરાની પ્રજા તો કોરોના સંક્રમિત થઇ જ રહીં છે, તેની સાથે સાથે નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ શહેરના સાંસદ, ડભોઇના ધારાસભ્ય અને ત્યારબાદ આજે શહેરના મેયર કેયુર રોકડિયાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ત્યારે હવે વડોદરાના ઇન્કમટેક્સ વિભાગમાં પણ કોરોનાની એન્ટ્રી થઇ ચુંકી છે.

માર્ચ એન્ડીંગ એટલે કે ફાઇનનશીયલ ઇયર એન્ડીંગ સમયે ઇન્કમટેક્સ વિભાગમાં કામનુ ભારણ ખૂબ વધુ હોય છે. તેવામાં લોકોની અવર જવર વચ્ચે કામ કરતા કર્મચારીઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વડોદરા ઇન્કમટેક્સ વિભાગના પહેલા અને ત્રીજા માળે કામ કરતા 20 ઉપરાંત કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતા ઇન્કમટેક્સ વિભાગમાં દોડધામ મચી છે. બીજી તરફ ફાઇનાનશીયલ ઇયર એન્ડીંગ સમયે એક સામટા 20થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતાં કામગીરી પણ તેની અસર પડતી જોવા મળશે.

વડોદરા ઇન્કમટેક્સ વિભાગના 20થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કામગીરી ખોરવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે વડોદરા મહાનગ પાલિકા દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર બુલેટીનમાં કુલ 145 વ્યક્તિઓ કોરોના પોઝિટીવ દર્શાવવામાં આવ્યં હતા. તેવામાં ઇન્કમટેક્સ વિભાગમાં એક સાથે 20થી વધુ કર્મચારીઓ કોરોના સંક્રમિત થતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં બીજા દિવસે પણ નોંધપાત્ર વધારો જોવા મળે તો નવાઇ નહીં.