બોડેલી ઃ બોડેલી ખાતે એપીએમસી હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વિશાળ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી કંપનીના વિષય નિષ્ણાત અને તજજ્ઞો પાસેથી મેળવ્યું હતું.ખેડૂતોને વધુ વરસાદના કારણે થયેલા ઉભા પાકમાં નુકશાન અંગે અને આગામી સમયમાં ખેતી કેવી રીતે કરવી તેવા ખેડૂતને મૂંઝવતા પ્રશ્નો અંગે જીએસએફસીના તજજ્ઞોએ વિષયવાર માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડ્યું હતું.બાગાયતી પાક પકવતા ખેડૂતોને કેળમાં રોગ અને તેનું નિયંત્રણ અંગે,મકાઈના પાકમાં સુકારાના રોગ અને નિયંત્રણ અંગે,બાયોફર્ટીલાઇઝરનો વિવેકપૂર્ણ ઉપયોગ ઘ્વારા કૃષિ ઉત્પાદનોમાં વધારો કરવા અંગે,સમયાંતરે કંપનીની પ્રોડક્ટ પરની સ્કીમનો લાભ જેવા વિષયો પર કંપનીના તજજ્ઞો ઘ્વારા સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ ખેડૂત માર્ગદર્શન શિબિરમાં જીએટીએલના સીઈઓ એસ.કે.મિશ્રા,સુરત રિજિયોનલ મેનેજર એન.જી.જાદવ,ફર્ટિલાઇઝર એરિયા મેનેજર જે.એમ.વૈષ્ણવ,જીએટીએલ સીડ વિભાગ પરીક્ષિત પટેલ,જીએટીએલ ટીસ્યુ વિભાગ રોહન નાઈક,બોડેલી જીએટીએલના સંચાલક ગીરીશભાઈ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી શબિરને સફળ બનાવી હતી.