વડોદરા, તા. ૧૭

સૌરાષ્ટ્રના પ્રખ્યાત દ્વારકાના જગત મંદિર અને મધ્ય ગુજરાતના ડાકોરના રણછોડરાય મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે વડોદરા શહેરના કાશીવિશ્વનાથ મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પર પ્રતિબંધના બોર્ડ લાગતાં ભક્તોમાં આશ્ચર્ય સર્જાયું છે. બીજી બાજુ આવી જ રીતે હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન મારૂતિ મંદિરમાં ટૂંકાં વસ્ત્રો પહેરીના આવવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલું પ્રાચીન કાશીવિશ્વનાથ મહાદેવનું મંદિર વડોદરા અને આજુબાજુના લોકોમાં જાણીતું છે. જ્યાં રોજના હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. કાશીવિશ્વનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી લગાવવામાં આવેલાં બોર્ડમાંં લખવામાં આવ્યું છે કે, ‘મંદિરમાં ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ નહીં કરવા વિનંતી’. જાેકે, આ વિશે શહેરના લોકોમાં અલગ અલગ મંતવ્યો જાેવા મળ્યાં હતાં, લોકોનું કહેવું છે કે, આપણી સંસ્કૃતિને અનુસરીને પરંપરાગત વસ્ત્રો પહેરીને જ દેવ સમીપ જઇએ એ યોગ્ય છે.

લોકોએ સમજીને જ મર્યાદા જાળવવી જાેઈએ

એમએસયુમાં અભ્યાસ કરતી એક યુવતીએ જણાવ્યું હતું કે, સમય અને સ્થળની અનુકૂળતા મુજબ વસ્ત્રો પહેરવા જાેઈએ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરીઓ મર્યાદાનું પાલન કરે છે અને યોગ્ય વસ્ત્ર પહેરે છે. ટૂંકા વસ્ત્રો મંદિરમાં પહેરવા નહીં જાેઈએ તે માટે જાગૃતિ લાવવી જાેઈએ. પાવાગઢ ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા ટૂંકા વસ્ત્રો પહેરવા જાેઈએ નહીં તેવો આદેશ આપેલો છે.

જાગૃતિ લાવવી પડશે, અટકાવવા ના જાેઈએ

ભગવાન ભોળાનાથના દર્શનને આવેલા એક યુવકે જણાવ્યું હતું કે, અધિક શ્રાવણનો પહેલો દિવસ છે ત્યારે યોગ્ય કપડાં પહેરીને જ મંદિરમાં પ્રવેશ કરવો જાેઈએ મંદિરમાં આવવું જાેઈએ હાફ ચડ્ડી પહેરી મંદિરમાં આવવું જાેઈએ નહીં. ભગવાન અને ટૂંકા વસ્ત્રો એકબીજાને કોઈ મેટર જ કરતું નથી. જાે કોઈ આવી જાય તો એને અટકાવવા જાેઈએ નહીં.

દ્વારકા અને ડાકોર મંદિરમાં પણ પ્રતિબંધ

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા મંદિરમાં પણ દર્શન માટે આવતા ભક્તો પર એક મોટો પ્રતિબંધ મૂકાયો હતો. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને ટૂંકાં વસ્ત્રો સાથે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સાથેનું એક બોર્ડ મંદિરની બહાર લગાવવામાં આવ્યું હતું. આ ર્નિણય દેવસ્થાન સમિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ ટૂંકાં વસ્ત્રો પહેરીને આવવા પર પ્રતિબંધ લગાવાયો હતો.