કાબુલ-

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કટ્ટરવાદીઓએ લોકશાહી વ્યવસ્થાથી ચાલતી સરકારને ઊથલાવી સત્તા મેળવ્યાનાં લગભગ બે સપ્તાહ બાદ સમગ્ર દેશની બેન્કિંગ વ્યવસ્થા પર સંકટનાં વાદળ ઘેરાયાં છે. અફઘાનિસ્તાનની મોટા ભાગની બેન્કો છેલ્લા ૧૫ દિવસથી બંધ છે તેમ જ કેટલીક બેન્કો ફરી ખૂલી છે, એની બહાર લાંબી લાઈનો લાગેલી છે. આ સંજાેગોમાં મોટા ભાગના લોકો પાસે રોકડ એટલે કે પૈસા જ નથી. તો બીજી બાજુ તાલિબાનરાજમાં બેન્કિંગ સેક્ટરમાં મુકાતાં અર્થતંત્રમાં તરલતાને લઈ મોટું જાેખમ સર્જાયું છે. અફઘાનિસ્તાનની મધ્યસ્થ બેન્ક દ અફઘાનિસ્તાન બેન્કએ બેન્કોમાંથી સાપ્તાહિત ૨૦૦ ડોલર એટલે કે ૨૦૦૦ અફઘાની ઉપાડવાની મર્યાદા લાદી છે એટલે કે ૧૪-૧૫ દિવસ બાદ આંશિક નાણાં ઉપાડવાની મંજૂરી આપી છે, જાેકે બેંકો પાસે પૈસા જ નથી ત્યારે તેના ગ્રાહકોની નાણાકીય જરૂરિયાત કેવી રીતે પૂરી કરશે એ પણ પ્રશ્નાર્થ છે.

દેશમાં બેન્કિંગ કામગીરી બંધ હોવાથી કાબુલ સહિત દેશના અનેક ભાગોમાં પૈસાની કારમી અછતનો સામનો કરી રહેલા લોકો જાહેર માર્ગો પર આવી ભારે વિરોધ કરી રહ્યા છે. દેશમાં એવા પણ સેંકડો લોકો છે કે જેઓ શ્રીમંત છે પણ તેમની સંપત્તિને વેચીને પૈસા મળવી શકે તેમ નથી અથવા તો તો બેન્કમાં પડેલી મૂડી ઉપાડી શકે તેવી સ્થિતિમાં નથી.આ સ્થિતિમાં અનેક પરિવાર એવા છે કે જેઓ તેમની દૈનિક જરૂરિયાતો માટે ચુકવણી કરી શકતા સક્ષમ નથી કારણ કે આર્થિક પ્રવૃત્તિનું ચક્ર સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી અસહ્ય થઈ ગઈ છે, જેથી લોકો પાસે રહેલા ચલણી નાણું ઝડપભેર તેનું મૂલ્ય ગુમાવી રહ્યું છે અથવા તો મૂલ્યમાં ધોવાણ થઈ રહ્યું છે.

અફઘાનિસ્તાનનું અર્થતંત્ર વિદેશી ચલણ તથા આંતરરાષ્ટ્રીય સહાયતા પર આધારિત છે. તે નિકાસલક્ષી કોઈ વ્યવસ્થા ધરાવતું નથી. હવે તાલિબાનના શાસનમાં તમામ વિદેશી સહાયતા અટકી ગઈ છે.અફઘાનિસ્તાનની વાણિજ્ય બેન્કો, ગ્રાહકો તથા રોકાણકારોનું પ્રતિનિધિત્વ કરતા અફઘાન-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ૨૩ ઓગસ્ટના રોજ પાઠવવામાં આવેલા મેમોમાં બેન્કિંગ વ્યવસ્થા અંગે સર્જાયેલી ચિંતા અંગે માહિતી રજૂ કરીહતી. મધ્યસ્થ બેન્કના કર્મચારીઓને ૧૫ ઓગસ્ટથી ઓફિસ જવા દેવામાં આવ્યા નથી.અનેક કર્મચારીઓ અને ખાસ કરીને મહિલા કર્મચારીઓ તેમની નોકરી પર જાેખમને લઈ ચિંતિત છે. મધ્યસ્થ બેન્કનું લિડરશીપ કોઈ પણ પ્રકારના જવાબ આપી રહ્યું નથી. બેન્કો દ્વારા રોકડ અંગે વિનંતી મોકલવામાં આવે છે, જેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી.

વિશ્વ બેન્કની માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૦માં અફઘાનિસ્તાનનો ય્ડ્ઢઁ ૧૯.૮૦ અબજ ડોલર હતું. અફઘાનિસ્તાન સાથે જાેડાયેલા અમેરિકાના ભૂતપુર્વ આર્થિક બાબતના નિષ્ણાત એલેક્સ ઝેર્ડનના મતે તાલિબાને સત્તા સંભાળી તેને લીધે અફઘાનિસ્તાનની વાણિજ્ય અને બેન્કિંગ વ્યવસ્થાએ અનેક આઘાત સહન કરવા પડશે.

અમેરિકાની સરકારે અફઘાનિસ્તાનને ેંજી ડોલરનો પુરવઠો રદ્દ કરી દીધો છે,જે અફઘાનિસ્તાનના અર્થતંત્ર માટે કરોડરજ્જા સમાન હતો. આ ઉપરાંત સ્થાનિક મની એક્સચેન્જ સિસ્ટમ હવાલા પણ અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે. ડોલરની ભારે અછતની દહેશતને પગલે અફઘાની ચલણના મૂલ્યમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે અને આગામી સમયમાં વધુ અફરા-તફરી જાેવા મળી શકે છે.

અફઘાનિસ્તાનના કિસ્સામાં ય્ડ્ઢઁનો આશરે ૪૦ ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય સહાયતા પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ૈંસ્હ્લ) તરફથી પણ અફઘાનિસ્તાનને ૪૫૦ મિલિયન ડોલરની સહાયતા મળવાની હતી, જેને અટકાવી દેવામાં આવી છે.

તાલિબાને કાબુલ પર નિયંત્રણ મેળવ્યું છે તે સ્પષ્ટ થયા બાદ અમેરિકા અને જર્મની સહિત પશ્ચિમની મહાસત્તાઓએ વિદેશી સહાય અટકાવી દીધી હતી. આ ઉપરાંત વિશ્વ બેન્ક અને આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ૈંસ્હ્લ)એ પણ તેની તમામ ચુકવણીઓ અટકાવી દીધી હતી.

ડ્ઢછમ્ આશરે ૯ અબજ ડોલર છે. તાલિબાન ફક્ત ફક્ત ૦.૧-૦.૨ ટકા અફઘાનિસ્તાનની કુલ આંતરરાષ્ટ્રીય રિઝર્વ જ મેળવી શકે છે. આ ઉપરાંત અમેરિકા સ્પષ્ટ કરી ચુક્યું છે કે અમેરિકામાં કોઈ પણ દેશની મધ્યસ્થ બેન્કની અસ્કયામતો તાલિબાન માટે ઉપલબ્ધ થશે નહીં. અજમલ અહેમદીએ અફઘાનિસ્તાનમાં રોકડની તંગી સર્જાવાની, ફુગાવો અસહ્ય વધવાની તથા શરણાર્થીઓનો પ્રશ્ન જટિલ બનવાની ચેતવણી પણ આપી હતી. અફઘાનિસ્તાનમાં બેન્કર્સ વિદેશ સ્થિત પ્રતિનિધિ બેન્કો તરફથી સ્પષ્ટતા માટે રાહ જાેઈ રહ્યા છે. વિદેશ સ્થિત પ્રતિનિધિ બેન્કો અફઘાનિસ્તાનમાં બેન્કોને કરન્સી એક્સચેન્જ અને મની ટ્રાન્સફર જેવી સર્વિસ પૂરી પાડી રહી છે. હવે કોઈ નવા પ્રતિબંધોની સ્થિતિમાં તેમની વચ્ચેના જાેડાણો (ન્ૈહાજ) તૂટી શકે છે. અફઘાનિસ્તાન સ્થિત એક સિનિયર બેન્કરના જણાવ્યા પ્રમાણે તેમની પ્રતિનિધિ બેન્કો તુર્કી, રશિયા, સ્પેન, યુનાઈટેડ આરબ અમિરાત, કતાર, પાકિસ્તાન તથા ભારતમાં છે,જેમના તરફથી સહાયતા માટે તૈયારી દર્શાવવામાં આવી છે.

નિષ્ણાતોનું માનવું છે કે વર્તમાન સમયમાં જે કટોકટી સર્જાઈ છે તે અફઘાનિસ્તાનના બેન્કિંગ સેક્ટર માટે એક મોટી પીછેહઠ સમાન બની રહેશે, દેશમાં બેન્કિંગ સેક્ટર અગાઉથી જ પોતાની સેવાઓનું વિસ્તરણ કરવાને લઈ અનેક મોરચે મુશ્કેલીનો સામનો કરતું હતું. તાજેતરમાં તાલિબાને અફઘાનિસ્તાનની મધ્યસ્થ બેન્કના કાર્યકારી વડા તરીકે હાજી મોહમ્મદ ઈદરીસના નામની જાહેરાત કરી હતી. આ નામની જાહેરાત કરવામાં આવી ત્યારે તાલિબાન નેતાએ એમ કહીને આ નિમણૂકને અંગે બચાવ કર્યો હતો કે ઈદરીસ તેમની નિપુર્ણતા માટે ઘણું સન્માન ધરાવે છે. તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધો ડઝન કરતાં ઓછી બેંકો પૈકી કેટલાક અથવા તો તમામ બેન્કોને ઈસ્લામિક બેન્કિંગમાં તબદિલ કરવામાં આવશે કે કેમ એ બાબત હજુ સ્પષ્ટ થઈ નથી.આ ઉપરાંત મહિલા કર્મચારીઓની નોકરીઓ પર પણ ઘેરા વાદળ સર્જાયા છે. તાલિબાનના ટ્રેક રેકોર્ડને જાેતા એવું લાગે છે કે મહિલા કર્મચારીઓને ઈસ્લામિક કાયદાનું ચુસ્ત પાલન કરીને જ કામ કરવા પરવાનગી આપવામાં આવશે. આ માટે મહિલા કર્મચારીઓએ સંપૂર્ણ ખાતરી આપવાની રહેતી હોય છે.