વડોદરા

બરોડા ક્રિકેટ એસોસીએસન દ્વારા નવસારી ના ક્રિકેટરો ને બી સી એ તરફથી મ્ઝ્રઝ્રૈં ની મેચો અને ૈંઁન્ માં ભાગ લેવા માટે તકો મળે અને નવસારી જિલ્લા માં છુપાયેલું ક્રિકેટ ટેલેન્ટ બહાર આવે એવા ઉમદા હેતુ થી નવસારી ડીસ્ટ્રીકટ ઇન્ટર કોલેજ અંડર ૨૩ ટી ૨૦ ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય હતી જેની ફાઇનલ મેચ નારણ લાલા કોલેજ નવસારી ખાતે એમ આર ડી ચીખલી કોલેજ અને નારણલાલ કોમર્સ કોલેજ ની ટીમ વચ્ચે યોજાઈ જેમાં એપેક્ષ ક્રિકેટ કાઉન્સીલ ના મેમ્બર, બી સી એ ના ૈંઝ્રછ ના રીપ્રીઝન્ટેટર, ભૂતપૂર્વ મંત્રી અને ભૂતપૂર્વ રણજી પ્લેયર અમર પેટીવાલે, ઇન્ટર નેશનલ પ્લેયર અને ડીસ્ટ્રીકટ ડાયરેક્ટર અતુલ બેદાડે, ભૂતપૂર્વ રણજી પ્લેયર અને હાલના સિનિયર સિલેક્સન કમિટી મેમ્બર અભય પાલકર, ક્રિકેટ ઓપરેશન મેનેજર સ્વીકાર દવે, ડિસ્ટ્રક્ટ ક્રિકેટ ઇન્ચાર્જ યોગેન્દ્ર વાકસકર, નારણ લાલા કોલેજ ના ચેરમેન મહેશભાઈ કંસારા, ડાયરેક્ટર ડૉ. દિનુભાઈ નાયક અને સંસ્થાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. ફાઇનલ મેચ માં એમ આર ડી ચીખલી કોલેજ દાવ લેતા ૨૦ ઓવર માં ૧૩૧ રન ૭ વિકેટે કર્યા હતા જેમાં મિલન મિસ્ત્રી ૩૬ રન મુખ્ય હતા જેના જવાબ માં નારણ લાલા કોમર્સ કોલેજ ૨૦ ઓવર માં ૧૨૪ રન ૮ વિકેટે બનાવી શકી હતી અને ચીખલી કોલેજ નો ૭ રને વિજય થયો હતો. ટુર્નામેન્ટ ના અંતે મેન ઓફ ઘી મેચ મિલન મિસ્ત્રી, ચીખલી કોલેજ (૨ વિકેટ ૩૬ રન), બોલર ઓફ ઘી ટુર્નામેન્ટ અભય કુર્મી, નારણ લાલા કોલેજ (૧૦ વિકેટ), બેસ્ટમેન ઓફ ઘી ટુર્નામેન્ટ માલવ પટેલ, નારણ લાલા કોલેજ (૨૮૪ રનસ) મેન ઓફ ઘી સિરીઝ હેમેશ પટેલ, નારણ લાલા કોલેજ (૧૧૫ રન, ૧૧ વિકેટ) થયા હતા અને અંતે વિજેતા ટીમ ચીખલી કોલેજ અને રનર્સ અપ ટીમ નારણ લાલા કોલેજ ને ટ્રોફી અને કેશ પ્રાઈઝ મેહમાનો દ્વારા આપવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા નું સફળ સંચાલન બી સી એ ના જય શાહ, અરવિંદ પટેલ, પ્રવીણ પટેલની ટીમ અને નારણ લાલા કોલેજ ના ડૉ મયુર પટેલ એ કર્યું હતું. તેમજ ઇનામ વિતરણ સમારંભ નું સંચાલન આસીસ્ટન્ટ પ્રોફેસર મુકતિ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.