ભરૂચ

ભરૂચ શહેરની મધ્યમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિર અને તેની સામે આવેલ સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ આવેલી પ્રાચીન અને કોમી એકતાનું પ્રતિક માનવામાં આવે છે. મંદિર અને દરગાહ આશરે ૭૦૦ વર્ષથી વધુ જૂની છે. અને આ સ્થળે દરવર્ષે માગશર મહિનાના દર ગુરૂવારે કોઠા પાપડીનો મેળો યોજાતો હોય છે આ મેળામાં ભીડભંજન હનુમાન મંદિરના દર્શન અને સામે આવેલ સુલતાન બાવાની દરગાહના દર્શનથી લોકોની અનેક મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહેલી છે. દર માગશર મહિનામાં મંદિર અને મસ્જિદ વચ્ચેના પટાંગણમાં કોમી એકતાના પ્રતિક સમા કોઠા પાપડીનો મેળો વર્ષોથી યોજાતો આવ્યો છે. પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર ન થાય અને લોકોની સુરક્ષાના ભાગરૂપે ભીડભંજન હનુમાન મંદિરના સંચાલકોએ માગશર મહિનામાં યોજાતા કોઠા પાપડીના મેળાને રદ કરવાનો ર્નિણય કાર્યો છે અને ભીડ ભંજન હનુમાન મંદિર પણ માગશર મહિનામાં દર્શન માટે ભક્તો માટે બંધ રાખવામાં આવશે. તો ભીડ ભંજન હનુમાન મંદિરની સામે આવેલ હઝરત નવાબ સૈયદ પીર સુલતાન બાવાની દરગાહ પણ માગશર મહિનામાં ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર હોવાના કારણે માગશર મહિનામાં પણ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે. પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારીમાં કોઠા પાપડીના મેળાને રદ કરવાના ર્નિણયને તેઓએ પણ સમર્થન આપ્યું હતું પરંતુ દરગાહ ને ક્યારે બંધ કરવામાં આવતું નથી જેના કારણે દર્શન કરવા આવતા લોકો સરકારની ગાઇડ લાઇનનું પાલન કરે અને મેળાવડા ન જામે તેવી અપીલ પણ દરગાહના સંચાલકોએ કરી છે.

નેતાઓ કરે તે લીલા ભક્તો કરે તે પાપ

ભરૂચનો કોઠા પાપડીનો મેળો દરવર્ષે કોમી એકતા દર્શાવે છે. આ એક માત્ર એવો મેળો છે જે સામસામે આવેલ મંદિર મસ્જિદમાં એક સાથે મેળો ભરાય છે અને લોકો ત્યાં જાય છે. હાલમાં ચાલી રહેલા કોરોના કહેરમાં લોકો પ્રાર્થના દુવા કરવા જાય તો કોરોના ગ્રહણ લાગે અને નેતાઓ મોટી મોટી રેલીઓ કરે તો કોરોના તેનાથી દૂર ભાગે. જોકે નેતાઓની બેવડી ચાલ સામે નેતાઓ કરે તે લીલા અને ભક્તો કરે ઇ પાપ. જેવી સ્થિતિ ઉભી થઇ છે. નેતાઓ સામે પણ દંડાતમક કાર્યવાહી થવી જોઈએ તેવી ભાવિક ભક્તોએ માંગ કરી છે.