મેલબર્ન  

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી બોક્સિંગ-ડે ટેસ્ટ 8 વિકેટથી જીતી લીધી છે. આ સાથે જ ભારતે 4 ટેસ્ટની સિરીઝ 1-1થી બરાબર કરી દીધી છે. ટીમ ઈન્ડિયા છેલ્લાં 6 વર્ષથી ઓસ્ટ્રેલિયા સામે એકપણ બોક્સિંગ-ડે ટેસ્ટ હારી નથી. ગઈ વખતે 2018માં મેલબર્ન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવ્યું હતું, જ્યારે 2014માં આ જ મેદાનમાં પર બોક્સિંગ-ડે ટેસ્ટ ડ્રો રહી હતી.

મેચમાં ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતાં 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 326 રન બનાવી 131 રનની લીડ હાંસલ કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 103.1 ઓવર રમીને 1.94 રનરેટથી 200 રન બનાવ્યા અને ભારતને 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 1978 પછી ઓસ્ટ્રેલિયાના સ્થાનિક મેદાન પર 80થી વધારે ઓવર રમીને આ અત્યારસુધીની સૌથી ધીમી ઈનિંગ રહી છે.

ઓસ્ટ્રેલિયાની ટીમે 4 ટેસ્ટની શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને જીત માટે 70 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેલબર્નમાં રમાઈ રહેલી આ બોક્સિંગ-ડે ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં 6 વિકેટ પર 133 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ત્યાર પછી ટીમ છેલ્લી 4 વિકેટ ગુમાવીને 67 રન જ બનાવી શકી હતી. એના જવાબમાં ભારતીય ટીમે 19 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતને બીજી ઈનિંગમાં પહેલો ઝટકો આપ્યો હતો. ઈનિંગની ચોથી ઓવરમાં તેણે મયંક અગ્રવાલ 5 રન પર વિકેટકીપર ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. એ પછીની ઓવરમાં પહેલા જ બોલ પર પેટ કમિન્સે બીજો ઝટકો આપ્યો. તેના બોલ પર ચેતેશ્વર પૂજારા 3 રન બનાવીને કેમરુન ગ્રીનના હાથે કેચ આઉટ થયો.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભારતને બીજી ઈનિંગમાં પહેલો ઝટકો આપ્યો હતો. ઈનિંગની ચોથી ઓવરમાં તેણે મયંક અગ્રવાલ 5 રન પર વિકેટકીપર ટિમ પેનના હાથે કેચ આઉટ થયો હતો. તેની પછીની ઓવરમાં પહેલા જ બોલ પર પેટ કમિન્સે બીજો ઝટકો આપ્યો. તેના બોલ પર ચેતેશ્વર પૂજારા 3 રન બનાવીને કેમરુન ગ્રીનના હાથે કેચ આઉટ થયો.