/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પંચમહાલના તબીબ જશવંતસિંહ પરમારને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી

ગોધરા,તા.૧૪

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આખરે ગુજરાતમાંથી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા ૪ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જે.પી. નડ્ડાને ગુજરાતમાંથી ટિકિટ અપાઇ છે. આ ઉપરાંત સુરતના ગોવિંદ ધોળકિયા ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક અને પંચમહાલના તબીબ જશવંતસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે.જસવંતસિંહ સાલમસિંહ પરમાર વ્યવસાયે ડોક્ટર છે, તેઓ હાલમાં ગોધરામાં ભાગ્યોદય હોસ્પિટલ ચલાવી રહ્યા છે. તેઓ ઓબીસી અગ્રણી નેતા તરીકે પણ જાણીતા છે અને ભારતીય જનતા પાર્ટી મૂળના છે. તેઓના પિતા સાલમસિંહ પરમાર જિલ્લા પંચાયત સભ્ય રહી ચુક્યા છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપમાંથી દાવેદાર હતા. ટિકિટ ના મળતા તેઓ ચૂંટણી લડવા અપક્ષ તરીકે મદાને રહી ભાજપના મત તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓનો પરાજય થયો હતો. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપે જશવંતસિંહ પરમારને જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે.

જશવંતસિંહ પરમારનો જન્મ શહેરા તાલુકાના વાઘજીપુરમાં થયો હતા. ૨૦૧૭માં ડો. જશવંતસિંહ પરમાર ગોધરાથી અપક્ષની ચૂંટણી લડ્યા હતા. ડો. જશવંતસિંહ પરમાર ગોધરામાં ભાગ્યોદય પેટ્રોલિયમના માલિક પણ છે. ગોધરા સિવિલમાં સર્જન તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. ડો. જશવંતસિંહ પરમારે આર્થિક પછાત લોકો માટે સમૂહ લગ્નનું આયોજન પણ કર્યુ છે. જશવંતસિંહ પરમારનો પરિવાર વર્ષોથી ઇજીજી સાથે સંકળાયેલો છે. એવું કહી શકાય કે આશરે ૩૦ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે. જશવંતસિંહ પરમાર પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય પણ છે. તેઓ બારિયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં ૬૦ હજારથી વધુ બારિયા બક્ષી પંચ સમાજના મતદારો રહે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution