વડોદરા : શહેરના માંજલપુર નાકા પાસે રહેતા પરિવાર દ્વારા ક્રૂરતા પૂર્વક પેટ ડોગને બાંધી રાખવામાં આવ્યો હતો જેની જાણ જીવદાયા કાર્યકરોને થતા તે લોકો પેટ ડોગને છોડાવવા જતા કેટલાક સ્થાનિકો અને કાર્યકરો વચ્ચે છુટ્ટા હાથની મારા મારીનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો. જાે કે પોલીસ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરતા હજુ સુધી બંન્ને પક્ષ તરફથી પોલીસને કોઇ પણ ફરિયાદ નોંધાવી ન હતી.

માંજલપુર નાકા પાસે એક પરિવાર પોતાના ઘરના કમ્પાઉન્ડનામાં પાલતુ કૂતરાને સાંકળથી ક્રૂરતા પુર્વક બાંધી રાખવામાં આવ્યો હતો. આ પાલતુ કૂતરાને કોઇ સારસંભાળ રાખવામાં આવતી ન હોવાથી કૂતરાની હાલત દયનીય બનવામાં પામી છે. આ અંગેની જાણ શહેરના જીવદયા કાર્યકરને થતા તેઓ પોતાની ટીમ સાથે માંજલપુર ખાતે કૂતરાને મુકત કરવામાં માટે રાત્રીના સમયે પહોચ્યા હતા. જીવદયાના કાર્યકરો સ્થળ પર પહોચતાની સાથે જ પેટ ડોગના માલિકના ઘરે કામ કરનાર તેમજ સ્થાનિક યુવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જેમાં ઉગ્ર બોલાચાલી થતા સ્થાનિકો અને જીવદયા કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઇ ગઇ હતી. વાયરલ થયેલા વિડીયોમાં કેટલાક લોકો બિભત્સ ગાળો બોલતા હતા અને મારામારીમા કેટલાક લોકોના કપડા પણ ફાટી ગયા હતાં.

બંન્ને પક્ષ તરફથી હજુ સુધી કોઇ ફરિયાદ કરવા પોલીસ મથકે આવ્યું નથી

માંજલપુર પોલીસ મથક હદ વિસ્તારમાં મંગળવારની રાત્રીના સમયે જે પેટ ડોગને છોડાવવા બાબતે સ્થાનિકો અને જીવદયા કાર્યકરો વચ્ચે બોલાચાલી સાથે ઝપાઝપી થઇ હતી જે અંગે હજુ સુધી પોલીસે તપાસ કરી હતી પરંતુ અત્યાર સુધી પોલીસ મથકમાં બંન્ને પક્ષ તરફથી કોઇ પણ ફરિયાદ કરવા આવ્યું નથી. પી.આઇ, ડી.બી.વાળા , માંજલપુર

પોલીસે હજુ સુધી કોઇ ફરીયાદ નથી નોંધી

માંજલપુર વિસ્તારમાં પેટ ડોગ છોડાવવા બાબતે જીવદયાના કાર્યકરો અને સ્થાનિક લોકો વચ્ચે થયેલા ઝપાઝપી, બિભત્સક ગાળો બોલવાની તેમજ મારામારીના બનાવનો વિડિયો સોશ્યલ મિડીયમાં વારલ થયો છતા બંન્ને પક્ષ તરફથી પોલીસ મથકે કોઇ પોલીસ ફરિયાદ ન નોંધાવી હતી. પરંતુ પોલીસે હજુ સુધી બંન્ને પક્ષ સામે કોઇ પણ જાતની ફરિયાદ લેવાની કે કરવાની તસ્દી શુદ્ધા લીધી નથી.